1405 કરોડના પ્રોજેક્ટથી 12 જિલ્લાઓને થશે ફાયદો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર સૌરાષ્ટ્રને મોટી ભેટ આપવા જઇ રહી છે. એટલે કે, રાજકોટને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં નવું “ગ્રીનફિલ્ડ” એરપોર્ટ મળવા જઇ રહ્યું છે.
તમને જણાવી દઇએ કે, આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અંદાજિત 1,405 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યાં મુજબ હિરાસર ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.
મહેશ બાબુએ વધુમાં જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર અમે ડીસીસીએની મંજૂરીને આધીન ઓગસ્ટમાં નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. વર્તમાન એરપોર્ટ શહેરના મધ્યમાં છે અને ટાઇન એરપોર્ટ પર, B777-SER/B747 400 પ્રકારના એરક્રાફ્ટને સેવા આપવા માટે 3040 મીટરની લંબાઇની યોજના કરવામાં આવી છે.
- Advertisement -
જણાવી દઈએ કે, રાજકોટ એ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે તેમજ સૌરાષ્ટ્રની કોમર્શિયલ રાજધાની પણ છે.આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્રનાં કુલ 12 જિલ્લા ઓને ફાયદો થશે. કારણ કે રાજકોટ અને તેની આસ પાસના વિસ્તારો મેન્યુફેક્ચરિંગનું હબ છે કે જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમજ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણથી મોટી સંખ્યામાં નોકરીઓ તેમજ નિકાસને વેગ મળવાની અપેક્ષા છે.



