આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઇન્ટરપોલની 90મી વાર્ષિક મહાસભાને સંબોધિત કરશે. આ મહાસભામાં 195 દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ઇન્ટરપોલની 90મી મહાસભાને સંબોધિત કરશે. નવી દિલ્હીના પ્રજતિ મેદાનમાં યોજાનાર ઇન્ટરપોલની 90મી વાર્ષિક મહાસભા 18થી 21 ઓક્ટોમ્બર સુધી ચાલશે. આ બેઠકમાં 195 ઇન્ટરપોલના સભ્ય દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. ભારતમાં 25 વર્ષ પછી આ બેઠકનું આયોજન થવા જઇ રહ્યું છે. વર્ષ 1997માં ભારતમાં આ વાર્ષક મહાસભા યોજાઇ હતી.
- Advertisement -
જેમાં, મંત્રી, દેશોના પોલીસ વડા, રાષ્ટ્રીય કેન્દ્રિય બ્યુરોના વડા, અમે વરિષ્ઠ પોલીસ અધિકારી ભાગ લેશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 21 ઓક્ટોમ્બરના રોજ વાર્ષિક સભાના છેલ્લા દિવસે હાજર રહેશે. ભારતના આઝાદી કા અમૃત મહોત્સના 75માં વર્ષ હેઠળ ઇન્ટરપોલની વાર્ષિક સભાની યજમાનીના પ્રસ્તાવને ભારી બહુમતીની સાથે સ્વીકાર કર્યો હતો. આ વાર્ષિક મહાસભામાં નાણાંકિય છેતરપિંડીના ગુના અને ભ્રષ્ટાચારના વિવિધ મુદા પર ચર્ચા થશે.
પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ પણ થશે સામેલ
ઇન્ટરપોલના વાર્ષિક સભામાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર, પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળના નેતૃત્વ કરનાર સંઘની તપાસ એજન્સીના મહાનિર્દશક સ્તરના બે અધિકારીઓ હાજરી આપશે. ઇન્ટરપોલની મહા સચિવ જર્ગન સ્ટોકએ કહ્યું કે, રશિયા અને યૂક્રેન બંન્નેના પ્રતિનિધિઓ મહાસભામાં હાજર રહેશે.