રાજયસભામાં કેટલાય સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. જે સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે, તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ છે. રાજયસભાથી રિટાયર થઇ રહેલા સભ્યો માટે આજે રાજ્યસભામાં વિદાઇ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પણ રાજયસભા પહોંચ્યા છે. જે દરમ્યાન તેમણે પોતાના સંબોધનમાં વડાપ્રધાનને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ખૂબ પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને યાદ છે કે જ્યારે વોટિંગ દરમ્યાન, આ નક્કી હતું કે, સત્તા પક્ષ જીતશે પરંતુ ડો.મનમોહન સિંહ વ્હીલચેર પર સંસદમાં આવ્યા, અને પોતાનો વોટ આપ્યો હતો. આ તેમની જવાબદારીઓ પ્રત્યે સર્તર્કતાનું ઇદાહરણ છે. પ્રશ્ન એ છે કે, તેઓ કોઇકને પોતાની તાકાત આપવા આવ્યા હતા. મારૂ માનવું છે કે, તેઓ લોકતંત્રને તાકાત આપવા આવ્યા હતા. મનમોહન સિંહ 6 વખત સાંસદ રહ્યા છે અને તેઓ વર્ષ 2004-2014 સુધી દેશના 13માં વડાપ્રધાન રહ્યા હતા. પી.વી.નરસિંમહાની સરકારમાં તેઓ નાણામંત્રી હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન દેશની અર્થવ્યવસ્થામાં ઉદારીકરણનો સમયગાળો શરૂ થયો હતો.
- Advertisement -
Prime Minister Narendra Modi says, "Sawal yeh nahin hain ki woh kis ko takat dene aae the. Main manta hoon woh loktantra ko takat dene aae the…" pic.twitter.com/uzNRA40Kbr
— ANI (@ANI) February 8, 2024
- Advertisement -
કોંગ્રેસના બ્લેક પેપરને કાળો ટીકો ગણાવ્યો
કોંગ્રેસના સરકારના શ્વેત પત્રના જવાબમાં બ્લેક પેપરની જહેરાત કરી છે. જેના પર મજાક કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બ્લેક પેપર તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા સારા કામો માટે કાળા ટીકા સમાન છે. સંસદમાં કેટલાક વિપક્ષી સભ્યોના ખભા પર કાળી પટ્ટી બાંધીને આવવા પર તેમણે કહ્યું કે, અમે જોયું કે, રાજસભામાં કેટલાક સભ્યો કાળા કપડા પહેરીને આવ્યા છે અને ફેશન પરેડ ચાલી રહી છે. વડાપ્રધાને રાજયસભાથી રિટાયર થઇ રહેલા બધા સભ્યોને શુભકામના પાઠવી હતી અને કહ્યું કે, તેમને આશા છે કે, નવી પેઢી તેમના અનુભવોમાંથી કંઇક મહત્વના પાઠ શીખશે. રાજયસભાથી ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે 68 સભ્યો પોતાનો કાર્યકાળ પૂર્ણ કરીને રિટાયર થઇ રહ્યા છે.