વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5G સેવાને લોન્ચ કરી છે. જાણો વિગતવાર…
દેશમાં 5જી ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઓક્ટોબરે સાંકેતિક રીતે 5જી સેવાની શરૂઆત કરી. દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક ઓક્ટોબરથી 4 દિવસની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીએ આ કાર્યક્રમ દરમિયાન દેશમાં હાઈ સ્પીડ 5જી ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત કરી. જાણકારી મુજબ, પીએમ મોદી આ કાર્યક્રમ દરમિયાન દિલ્હીના દ્વારકા સેક્ટર 25માં આગામી સ્ટેશનની અંડરગ્રાઉન્ડ સુરંગમાંથી 5જી સેવાઓનુ કામકાજ પણ જોશે. આ દરમિયાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના દીકરાએ PM મોદીને JIOની ટેક્નોલોજી વિષે પણ માહિતી આપી અને પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનથી જ સ્વીડનમાં ઉપસ્થિત કારને ઓપરેટ કરી.
- Advertisement -
ભારતમાં 5Gનું લૉન્ચિંગ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના દીકરાએ વડાપ્રધાન મોદીને JIOની ટેક્નોલોજી વિષે માહિતી આપી
ટ્રાઈ તરફથી પહેલા દેશમાં ચાર જગ્યા પર 5જીનુ સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ચાર જગ્યામાં દિલ્હીનુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેંગ્લોરની મેટ્રો, કંડલા પોર્ટ અને ભોપાલની સ્માર્ટ સિટીનો વિસ્તાર સામેલ છે. આ ચાર જગ્યાએ 5જીનુ સફળ ટ્રાયલ થવાના કારણે અહીં તેનુ આખુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનીને તૈયાર છે. રિપોર્ટ મુજબ, દેશના આશરે 10 કરોડથી વધુ લોકો આવતા વર્ષે એટલેકે 2023માં 5જી સેવાઓનો ઉપયોગ કરવા માટે ઈચ્છુક છે. આ સાથે આ ગ્રાહક 5જી ઈન્ટરનેટ સેવા માટે 45 ટકાથી વધુ ચૂકવણી કરવા માટે પણ તૈયાર છે.
The day is here 🇮🇳 pic.twitter.com/TR8HxGepE2
- Advertisement -
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 1, 2022
વડાપ્રધાન મોદીએ અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી દિલ્હીના પ્રગતિ મેદાનથી જ સ્વીડનમાં ઉપસ્થિત કારને ઓપરેટ કરી
કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પહેલા આ જણાવી ચૂક્યા છે કે દેશમાં 5જીને ધીરે-ધીરે અલગ-અલગ તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 13 શહેરોમાં સૌથી પહેલા 5જી સેવાને લોન્ચ કરવામાં આવી. જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચંડીગઢ, ચેન્નઈ, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદ્રાબાદ, કોલકત્તા, જામનગર, લખનઉ, પુણે જેવા શહેરનો સમાવેશ થાય છે. તેના બે વર્ષ બાદ આખા દેશમાં 5જી સેવાનો ઝડપથી વિસ્તાર કરવામાં આવશે.
Delhi | Prime Minister Narendra Modi inspects an exhibition at Pragati Maidan.
He will inaugurate the sixth edition of the Indian Mobile Congress (IMC) and launch 5G services shortly. pic.twitter.com/5WKmlPIu5K
— ANI (@ANI) October 1, 2022
5Gના ફાયદા
5Gથી ઇન્ટરનેટ યૂઝરને સારી સ્પીડ મળશે
વીડિયો ગેમિંગમાં 5Gથી મોટા બદલાવ સંભવ
વીડિયો બફરિંગ કર્યા વગર સ્ટ્રીમ થશે
ઇન્ટરનેટ કોલિંગમાં અટક્યા વગર સ્પષ્ટ સંભળાશે
2GBની મૂવી 10 થી 20 સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકશે
કૃષિક્ષેત્રે ડ્રોનના ઉપયોગથી ખેતરોની સારી રીતે સારસંભાળ થઈ શકશે
મેટ્રો અને ડ્રાઈવર રહિત વાહનોને સારી રીતે ઑપરેટ કરી શકાશે
વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટના ઉપયોગમાં વૃદ્ધી થશે