હવે દેશનો મિજાજ એવો બની ગયો છે કે, ‘જો ખેલેગા, વહી ખીલેગા’: PM મોદી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 42મી મુલાકાતે વારાણસી પહોંચ્યા છે. મોદીએ શિવધામ જેવા ઈન્ટરનેશનલ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. તેમની સાથે સીએમ યોગીએ પણ લોકોને શુભેચ્છા પાઠવી હતી. મોદી ગંજરીમાં વિશાળ જનસભામાં મિશન-2024નું રણશિંગું પણ ફૂંક્યું છે. ઙખ ખુલ્લી જીપમાં કાશીના લોકોની વચ્ચે પહોંચ્યા હતા. ઙખ મોદીએ પોતાના ભાષણની શરૂઆત હર હર મહાદેવથી કરી હતી. પછી તેમણે ભોજપુરીમાં કહ્યું- આજે મને ફરીથી બનારસ આવવાનો મોકો મળ્યો છે, જે આનંદ બનારસમાં છે તે બીજે ક્યાંય જોવા મળતો નથી. પીએમ મોદીએ કહ્યું- હવે દેશનો મિજાજ એવો બની ગયો છે કે જો ખેલેગા, વહી ખીલેગા. મોદીએ કહ્યું- જ્યારથી સ્ટેડિયમની તસવીરો સામે આવી છે, ત્યારથી દરેક લોકોમાં ખુશી છવાઈ છે. આ સ્ટેડિયમ શિવને સમર્પિત છે. અહીં એક સાથે 30 હજાર લોકો મેચ જોઈ શકશે. શિવશક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે. બીજું, શિવ શક્તિનું સ્થાન કાશીમાં છે. મોદીએ કહ્યું- આ સ્ટેડિયમ માત્ર વારાણસીના યુવાનો માટે જ નહીં પરંતુ પૂર્વાંચલના યુવાનો માટે પણ વરદાન સાબિત થશે.
- Advertisement -