વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રેટર નોઈડામાં આવેલા ઈંડિયા એક્સ્પો માર્ટ એન્ડ સેન્ટરમાં વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ધાટન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રેટર નોઈડામાં આવેલા ઈંડિયા એક્સ્પો માર્ટ એન્ડ સેન્ટરમાં વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ધાટન કર્યું છે. તેમના નોઈડા આગમને લઈને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખતા 6 હજાર પોલીસ જવાનોની ડ્યૂટી લગાવામાં આવી હતી.
- Advertisement -
આ દરમિયાન મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રુપાલા અને સીએમ યોગી આદિત્યનાથ પણ પીએમ મોદી સાથે હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, સાંજ સુધીમાં આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તો વળી પીએમ મોદીના કાર્યક્રમને લઈને જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. તો વળી સુરક્ષાને ધ્યાને રાખતા ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. 5 જિલ્લામાં લગભગ 6000 જેટલા પોલીસકર્મી તૈનાત કરી દીધા છે. તેની સાથે જ ગૌતમ બુદ્ધનગર માં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો વળી નોઈડા એક્સપ્રેસ વેનો ટ્રાફિક ચાલુ રહેશે.
Greater Noida, UP | PM Narendra Modi inaugurates International Dairy Federation World Dairy Summit (IDF WDS) 2022 pic.twitter.com/x7DZhTejiK
— ANI (@ANI) September 12, 2022
- Advertisement -
હકીકતમાં જોઈએ તો, 1974 બાદ ભારતમાં હવે બીજી વાર વિશ્વ ડેરી શિખર સંમેલન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં 50 દેશોના લગભગ 1433 પ્રતિનિધિઓ ભાગ લેશે. તેના માટે ઈંડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટમાં 11 હોલ તૈયાર કરવામાં આવ્યા ચે. તેમાંથી ત્રણમાં એક્ઝિબિસન લગાવામાં આવ્યા છે. આ દરમિયાન ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલ ટેકનિકને રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, તામમ હોલના નામ ભારતીય ગાય અને ભેંસની પ્રજાતિઓ પર રાખવામાં આવ્યા છે. તો વળી પીએમ મોદી જ્યાં સંબોધન કરવાના છે. તે હોલનું નામ ગુજરાતની પ્રસિદ્ધ ગિર ગાયના નામ પર રાખવામાં આવ્યું છે.
PM Modi inspects an exhibition at India Expo Centre & Mart, Greater Noida, UP. He'll inaugurate International Dairy Federation World Dairy Summit (IDF WDS) 2022 here shortly
Minister of Fisheries, Animal Husbandry & Dairying Parshottam Rupala, CM Yogi Adityanath & others present pic.twitter.com/GX8gw1ZdVk
— ANI (@ANI) September 12, 2022
15 સપ્ટેમ્બર સુધી ચાલશે સંમેલન
આપને જણાવી દઈએ કે, સંમેલન આજથી શરુ થઈને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં 800થી વધારે ડેરી ખેડૂતો ભાગ લેશે. તો વળી આ ક્ષેત્રના જાણકારો પોતાનો અનુભવ શેર કરશે. તો વળી પીએમ મોદીના આગમનની તૈયારીઓને લઈને મુખ્યમંત્રી આદિત્યનાથ રવિવારે ગ્રેટર નોઈડા પહોંચીને ખાસ તૈયારીઓની સમીક્ષા કરી હતી.