ભારતના 6G વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
વડાપ્રધાન મોદીએ આજે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોઈ પણ દેશ એકલો સાઈબર એટેકના જોખમ અને પડકારો સામે એકલો લડી ન શકે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ 6જી ઈન્ટરનેટ અને સાઈબર હુમલા પર ભાર આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોઈ પણ દેશ એકલા સાઈબર એટેકના જોખમ અને પડકારો સામે એકલો લડી ન શકે. ટેક્નોલોજી માટે વૈશ્વિક સ્તરે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના માપદંડો નક્કી કરવા પડશે.
- Advertisement -
વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોગ્રામ (WTSA) ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જેટલા પણ ડિજિટલ સાધનો છે, જેમને કોઈ બંધન નથી. કોઈ પણ દેશની સીમાથી પર આગળ છે. એટલા માટે હવે ડિજિટલ ટેકનોલોજીના વૈશ્વિક ફ્રેમવર્ક અને દિશા નક્કી કરવાનો સમય આવી ગયો છે.
આ કાર્યક્રમમાં 190થી વધારે દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમને જણાવ્યું કે સાયબર હુમલાનો સામનો કરવા એવા માપદંડો બનાવવા જોઈએ જે સુરક્ષિત હોય અને ભવિષ્યના દરેક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ હોય. આ માટે આપણે મળીને કામ કરવું પડશે. દરેક વૈશ્વિક સંસ્થાઓએ આગળ આવીને તેની જવાબદારી નિભાવવી પડશે. આ માટે ઠઝજઅ એ વધારે એલર્ટ સાથે કામ કરવું પડશે.ભારત ટેલીકોમ અને તેના સાથે જોડાયેલી ટેક્લોલોજીના મામલે દુનિયાના અગ્રણી દેશોમાંનો એક છે. ભારતમાં 120 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ છે. 95 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. ભારતમાં દુનિયાનું 40 ટકાથી વધારે રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્જેક્શન થાય છે. ભારતે ડિજિટલ કનેક્ટિવિટીને છેવાડાના લોકો સુધીનું અસરકારક માધ્યમ બનાવ્યું છે.