કાલે સોમનાથ સ્વાભિમાન પર્વ અને વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જોડાશે
જર્મન ચાન્સેલર મર્ઝને આવકારવા મોદી અમદાવાદ એરપોર્ટ જશે
- Advertisement -
ઙખની ગાંધી આશ્રમ અને કાઇટ ફેસ્ટિવલ મુલાકાતમાં મર્ઝ સાથે રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 10થી 12 જાન્યુઆરી સુધીના રાજ્યના પ્રવાસમાં વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થશે તથા રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં પણ જોડાશે. દરમિયાન જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ ગુજરાત આવી રહ્યાં છે. ચાન્સેલર તેમના પ્રતિનિધિ મંડળ સાથે શનિવારે મોડી રાતે એક વાગે ફ્રેન્કફર્ટથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે તેમના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. જેના કારણે એરપોર્ટના ગુજસેલ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જર્મન ચાન્સેલરનું ‘કોનરાડ એડેનાઉર’ વિમાન જર્મન વાયુસેના હસ્તક છે. તેમજ અમદાવાદમાં આયોજીત આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલ અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે.
- Advertisement -
મારવાડી યુનિવર્સિટીમાં મિની ફાયર સ્ટેશન ઊભું કરાશે
રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વે ફાયર વિભાગ સજ્જ
150થી વધુ જવાન અને 8 ફાયર ફાઈટર ખડેપગે રહેશે: કોઇ દુર્ઘટના બને તો બીજી મિનિટે ફાયરનો સ્ટાફ એક્ટિવ થઈ જશે
દરેક વિભાગના અધિકારીની જુદી-જુદી કમિટી બનાવી જવાબદારીઓ સોંપાઈ: મારવાડી યુનિ.નાં તમામ બિલ્ડિંગોની ફાયર સિસ્ટમ ચેક કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી તા.10થી 13 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે. તેને લઈને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમના આયોજન માટે દરેક વિભાગના અધિકારીની જુદી-જુદી કમિટી બનાવી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાના ફાયર વિભાગને પણ સૌથી મહત્વની કહી શકાય તેવી આગ સહિતના બનાવ સામે લડવાની કામગીરી સોંપવામાં આવી છે. ખાસ કરીને વાઇબ્રન્ટ સમિટમાં આગ લાગે તો બીજી મિનિટે ફાયરનો સ્ટાફ એક્ટિવ થઈ જાય તેવી તૈયારી કરી લેવામાં આવી છે. આ માટે મારવાડી યુનિવર્સિટીનાં તમામ બિલ્ડીંગોની ફાયર સિસ્ટમ ચેક કરી લેવામાં આવી છે.
તો વાઇબ્રન્ટનાં સ્થળે મીની ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવનાર છે. જેમાં ફાયરના 150 કરતા વધુ જવાનો 8 ફાયર ફાઈટર સાથે ખડેપગે રહેશે. રાજકોટ મહાનગરપાલિકાનાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટનું મોરબી રોડ ઉપર મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજન થવાનું છે અને ત્યાં જે ડાયસ ડોમ છે ત્યાં આગળ આપણે 2 ફાયર ફાઇટર અને સ્ટેન્ડબાય સ્ટાફ તથા અંદરના ભાગમાં આપણા 10 ફાયરમેન અને ફાયર એક્સિ્ંટગ્યુશર સાથેનો બંદોબસ્ત છે. ત્યારબાદ જે એક્ઝિબિશન એરિયા છે એમાં ટોટલ 6 ડોમ છે તેમાં પણ તે લોકોનો ફાયરનો સ્ટાફ રિક્રુટ કરેલો છે અને એ સિવાય આપણે 4 ફાયર ફાઇટર ઓલરેડી ત્યાં રાખવાના છીએ. જેટલા દિવસ એક્ઝિબિશન ચાલશે એટલા દિવસ આપણો સ્ટાફ પણ રહેવાનો છે અને સ્ટેન્ડબાય ફાયર ફાઇટર પણ રાખવામાં આવશે.
ફૂડ માટેનો એક ડોમ છે, જેમાં પણ આપણે 1 ફાયર ફાઇટર સ્ટેન્ડબાય રાખેલું છે. આ સાથે મારવાડી યુનિવર્સિટીનાં જુદા-જુદા બિલ્ડિંગોની ફાયર સિસ્ટમ અમે ચેક કરી લીધી છે અને તે વર્કિંગ કંડિશનમાં છે. ત્યાં બધા જ ડોમમાં ફાયરનાં નોર્મ્સ મુજબ એક્ઝિટ પણ રાખવામાં આવી છે અને દુર્ઘટના થાય એવું દેખાતું નથી કારણ કે બધી જ તકેદારીઓ રાખવામાં આવેલી છે.
રાજકોટ ફાયર બ્રિગેડનો સ્ટાફ અગાઉ અમદાવાદ ખાતે આ પ્રકારે સમિટ યોજાતું ત્યારે ત્યાં ફરજ બજાવી ચૂક્યો હોવાથી તેને વાઇબ્રન્ટ સમિટનો પૂરતો અનુભવ છે. વળી તમામ સ્ટાફ તાલીમથી પણ સજ્જ હોવાને કારણે કોઈપણ કપરી સ્થિતિ સામે એલર્ટ મોડ ઉપર જ રહેશે. ખાસ કરીને આગ સહિતનો કોઈ બનાવ બને અને ફાયરને કોલ મળ્યા બાદ ફાઈટર સાથે સ્ટાફ સ્થાન ઉપર પહોંચે ત્યાં સુધીમાં સમય પસાર થઈ જાય તેમ હોવાથી વાઇબ્રન્ટ સમિટના સ્થળ ઉપર જ અલાયદું ફાયર સ્ટેશન ઉભું કરવાનું આયોજન કરાયું છે.
આયોજકોને કામચલાઉ ધોરણે ફાયર સેફ્ટીના સાધનો આપવામાં આવશે
સતત ફાયરનો સ્ટાફ ત્યાં દરરોજ લાઈઝનિંગ, મીટિંગ અને જ્યાં જે જરૂરિયાત હોય તે પ્રમાણે બધી જ ફાયર સેફ્ટીની ગોઠવણ કરી રહ્યા છીએ. આ સમિટ દરમિયાન ફાયરનો અંદાજે 150 કરતા વધારેનો સ્ટાફ સતત હાજર રહેશે. ફાયર વિભાગ પાસે 450થી વધુનો તાલીમી સ્ટાફ હોવાથી અન્ય શહેરો પાસેથી સ્ટાફ લેવામાં આવશે નહીં. ઉપરાંત સમિટમાં અલગ-અલગ વિશાળકાય ડોમ ઉભા કરવામાં આવી રહ્યા હોવાથી ત્યાં અત્યારથી જ ફાયરસેફ્ટીના સાધનો લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે નાનામાં નાનું અને મોટામાં મોટું સાધન ઉપલબ્ધ રહે તેની કવાયત ચાલી રહી છે. આયોજકોને કામચલાઉ ધોરણે ફાયર સેફ્ટીના સાધનો આપવામાં આવશે અને ત્યારબાદ ગઘઈ પણ ઈશ્યુ કરવામાં આવશે.
વડાપ્રધાનના સ્વાગત માટે સોમનાથમાં 100 આહીરાણીનો પરંપરાગત મહારાસ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’માં આજે (10 જાન્યુઆરી) સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે. તેમના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક ‘મહારાસ’ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. ગઝનવીના આક્રમણનાં 1000 વર્ષ અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનાં 75 વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહીરરાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે. સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાસના આખરી ઓપના રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રીના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શૌર્ય સભા માટે ત્રણ વિશાળ અને આધુનિક ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બેડી માર્કેટ યાર્ડમાં 3 હેલિપેડ તૈયાર, હેલિકોપ્ટર લૅન્ડિંગનું સફળ રિહર્સલ
યાર્ડમાં 26,000 મીટરની જગ્યામાં 4.50 કરોડના ખર્ચે આધુનિક છઈઈ પ્લેટફોર્મ તૈયાર
મારવાડી યુનિવર્સિટી ખાતે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં સમિટમાં ભાગ લેનારા વિદેશી મહેમાનો માટેની તમામ વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારે રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. આ મહત્ત્વના પ્રવાસ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના હેલીકોપ્ટરના ઉતરાણ માટે મારવાડી યુનિવર્સિટીની નજીક આવેલા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે 3 નવા હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યા અનુસાર, યાર્ડમાં 26,000 મીટરની જગ્યામાં 4.50 કરોડના ખર્ચે આધુનિક છઈઈ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. નવનિર્મિત પ્લેટફોર્મનું કામ માત્ર બે દિવસ પૂર્વે જ પૂર્ણ થયું છે અને તેનો પ્રથમ ઉપયોગ વડાપ્રધાનના આગમન માટે કરવામાં આવશે.
વડાપ્રધાન સોમનાથથી હેલીકોપ્ટર મારફતે સીધા અહીં ઉતરાણ કરશે અને ત્યારબાદ સમિટ સ્થળે પહોંચશે. સુરક્ષાની દ્રષ્ટિએ જઙૠ દ્વારા આ સમગ્ર વિસ્તારનો કબજો સંભાળી લેવામાં આવ્યો છે અને હેલીકોપ્ટરના ઉતરાણનું સફળ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફાયર સુરક્ષા માટે હેલીપેડની અંદર ફોમ ટેન્ડર 2 જે 12000 લીટર કેપેસિટીના છે એ પણ રાખવામાં આવેલા છે.
રાજકોટમાં વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે મેગા રિહર્સલ યોજાયું
બેડી યાર્ડથી મારવાડી યુનિ.સુધી વાહનોનો કાફલો નીકળ્યો
રાજકોટમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ રિજિયનલ સમિટનું ઉદ્ઘાટન કરવા પધારી રહ્યા છે તેમના આગમન પૂર્વે આજે મેગા રિહર્સલ યોજાયું હતું બેડી યાર્ડ ખાતે હેલિપેડ બનાવવામાં આવ્યું હોય ત્યાંથી મારવાડી યુનિવર્સીટી સુધી તમામ વાહનો સાથે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરવાના છે અને અહીંથી તેઓ હેલીકોપટર મારફત સોમનાથ રવાના થશે સોમનાથ તેઓ રાત્રી રોકાણ કરી સવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી સોમનાથ મહોત્સવમાં હાજરી આપવાના છે ત્યાથી તેઓ હેલીકોપટર મારફત રાજકોટ પધારશે અને અહીં મારવાડી યુનિવર્સીટી ખાતે યોજાનાર વાયબ્રન્ટ રિજિયનલ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હેલીકોપટરના ઉતરણ માટે મોરબી હાઈવે ઉપર આવેલ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે અહીંથી તેઓનો વિશેષ કાફલો મારવાડી યુનિવર્સીટી ખાતે પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે પોલીસ તંત્ર દ્વારા મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું બેડી યાર્ડથી મારવાડી યુનિવર્સીટી સુધી આ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સાથે એસપીજી કમાન્ડો, વહીવટી અધિકારીઓ જોડાયા હતા.
સોમનાથમાં આજે રાત્રે ૐ કાર મંત્ર જાપમાં જોડાશે અને ડ્રોન શૉ નિહાળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ ખાતે આવશે. જ્યાં રાત્રે 8 વાગ્યે તેઓ ઓમકાર મંત્રોચ્ચારમાં સામેલ થશે. સાથે જ ડ્રોન શો પણ નિહાળશે. સોમનાથ મંદિરની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓના માનમાં શૌર્ય યાત્રા યોજાશે. ત્યારબાદ રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જોડાશે. આ ઉપરાંત સોમવારે વડાપ્રધાન મોદી અને જર્મનીના ચાન્સેલર સાબરમતી આશ્રમ તથા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની મુલાકાત લેશે.



