મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની અભૂતપૂર્વ જીત પછી પાર્ટીના સાંસદોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ભાજપના સંસદીય દળની બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી લઇને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સહિત ભાજપના કેન્દ્રિય મંત્રી અને સાંસદ પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે વડાપ્રધાન મોદીની બેઠક માટે પહોંચેલા તમામ સાંસદોએ તાળીથી વધાવી લીધા હતા. આ દરમ્યાન સાંસદોએ “મોદીજીનું સ્વાગત છે” એવા નારા પણ લગાવ્યા હતા.
During the BJP Parliamentary party meeting today, PM Modi said it was the result of the hard work of all the party workers that the BJP achieved a massive victory in three states. The PM appreciated everyone's work. He also said that all BJP MPs and ministers have to participate… pic.twitter.com/AkmCyVLuFx
- Advertisement -
— ANI (@ANI) December 7, 2023
બેઠક દરમ્યાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તાળીઓના અવાજ વચ્ચે વડાપ્રધાન મોદને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. મીટીંગમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યસભામાં સદનના નેતા પીયૂષ ગોયલ, સહિત કેટલાય કેન્દ્રિય મંત્રી અને પાર્ટીના સાંસદ હાજર રહ્યા હતા.
- Advertisement -
#WATCH via ANI Multimedia | PM Modi receives rousing welcome as he arrives for BJP Parliamentary Party meeting in Delhihttps://t.co/PTjBhFm2es
— ANI (@ANI) December 7, 2023
ભાજપ સાંસદીય દળની બેઠકમાં પાર્ટીના બધા લોકસભા સદસ્ય રાજ્યસભા સદસ્યા સામેલ છે. બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના બીજા વરિષ્ઠ નેતા સંસદીય એજન્ડા અને પાર્ટીના સંગઠનાત્મક અને રાજનૈતિક અભિયાનો સાથે જોડાયેલા અલગ-અલગ મુદા પર પોતાની વાત રાખી હતી.