ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીએ ગંગા પૂજન કર્યું: કમલ રથ પર સવાર થઈને વડાપ્રધાને દેશમાં ભાજપની જીતના આશિર્વાદ લોકો પાસે માંગ્યા
લોકસભા 2024ની ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને હવે ત્રણ તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 12 ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024
Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/S3JEAk3Okl
— ANI (@ANI) May 14, 2024
- Advertisement -
વડાપ્રધાન મોદીએ આજે ત્રીજી વાર વારાણસી લોકસભા સીટ પર શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારીપત્ર ભર્યું હતું. વડાપ્રધાન નામાંકન સંપૂર્ણ શાસ્ત્રીય વિધિવિધાન સાથે ભર્યું હતું. ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે પસંદ કરવામાં આવેલ તિથિ વૈશાખ શુકલ સપ્તમી છે. ધર્મશાસ્ત્રીય માન્યતા છે કે આ તિથિમાં જ મા ગંગાની સ્વર્ગમાં ઉત્પતિ થઈ હતી અને તેણે ભગવાન શિવની જટાઓમાં સ્થાન મેળવ્યું હતું.
વડાપ્રધાન નામાંકન દાખલ કરતા પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો હતો. 2019માં પણ વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી જ ઉમેદવારીપત્ર ભર્યું હતું અને જબરદસ્ત જીત મેળવી હતી.
આ વખતે વડાપ્રધાને વારાણસીથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા સોમવારે લગભગ 4 કલાકનો રોડ શો કર્યો હતો. તેમણે કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. મોદી નામાંકનપત્ર ભરતા પહેલા બનારસના દશાશ્વમેઘ ઘાટ પર ગયા હતા ત્યારબાદ કાલ ભૈરવ મંદિરે દર્શન કર્યા હતા. વડાપ્રધાને ઉમેદવારીપત્ર ભરતા પહેલા ગંગા પૂજન કર્યું હતું.
Prime Minister Narendra Modi offers prayers at the Kaal Bhairav Temple in Varanasi ahead of filing his nomination for #LokSabhaElections2024 pic.twitter.com/3DicpOcTsC
— ANI (@ANI) May 14, 2024
મોદીના નામાંકન પ્રસ્તાવકોમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ, દિવ્યાંગ નેશનલ શુટર સુમેધા પાઠકની સાથે પદ્મ પુરસ્કારથી સન્માનીતો સામેલ હતા.
પીએમ મોદીના નામાંકનને લઈને ગ્રહોની દશા અને દિશાને પણ જોવામાં આવી હતી. મોદીના નામાંકન સમયે ગ્રહોની સ્થિતિ સર્વોતમ હતી. રામમંદિરના શિલાન્યાસ અને રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનું મુર્હુત આપનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે પણ આ સર્વોતમ મુહુર્ત કાઢયું હતું.
PM મોદી NDA નેતાઓ સાથે બેઠક કરશે
સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા NDA નેતાઓ સાથે બેઠક કરશે. આ પછી વડાપ્રધાન સવારે 11.40 કલાકે વારાણસી લોકસભા બેઠક પરથી નામાંકન ભરશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ જવા રવાના થશે. નોંધનીય છે કે આ બેઠક માટે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે.
વારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.