આ એપ દ્વારા કૃત્રિમ ગર્ભાધાન, પશુની પ્રાથમિક ચિકિત્સા, ટીકાકરણ, ઉપચાર વગેરે અને પશુ પોષણ માટે ખેડૂતોને માર્ગદર્શન આપી શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પગલા ભરી રહી છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે ખેડૂતોની મદદ માટે નવી એપ લૉન્ચ કરી છે. આ એપનું નામ ઇ-ગોપાલા એપ (E-Gopala App) છે. એપની મદદથી ખેડૂતોને પશુપાલનથી પોતાની આવક વધારવામાં મદદ મળશે. પશુઓની નસલ સુધાર બજાર અને સૂચનાઓ આપવા માટેના પોર્ટલ ઇ-ગોપાલા એપ (E-Gopala App) લૉન્ચ કરવામાં આવી છે. ઇ-ગોપાલા એપ વિશે વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું છે કે આ આપણા મહેનતુ ખેડૂતોની સમૃદ્ધિ માટે અને પશુ ઉત્પાદક્તા વધારવાનું ઓનલાઇન માધ્યમ છે.

ઈ-ગોપાલા એપ શું છે? – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આ એપ વિશે વિસ્તારથી જાણકારી આપી છે. તે મુજબ આ એપ ખેડૂતોને પ્રત્યક્ષ ઉપયોગ માટે એક વ્યાપક નસલ સુધાર બજાર અને સૂચના પોર્ટલ છે.

સર્વધર્મ પૂજાથી લઈને વૉટર સેલ્યૂટ સુધી, IAFમાં આવી રીતે સામેલ થયા રાફેલ હાલમાં દેશમાં પશુધનનું પ્રબંધન કરનારા ખેડૂતો માટે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી, જેમાં હજુ રૂપો (વીર્ય, ભ્રૂણ વગેરે)માં રોગમુક્ત જર્માપ્લાઝ્મનું ખરીદ-વેચાણ સામેલ છે.

આ એપ દ્વારા કૃત્રિમ ગર્ભાધાન, પશુની પ્રાથમિક ચિકિત્સા, ટીકાકરણ, ઉપચાર વગેરે અને પશુ પોષણ માટે ખેડૂતોને માર્ગદર્શન આપી શકાશે. બીજી તરફ ટીકાકરણ, ગર્ભાવસ્થા નિદાન, શાંત કરવા વગેરે માટે નિયત તારીખ અને ખેડૂતોને ક્ષેત્રમાં વિભિન્ન સરકારી યોજનાઓ, અભિયાનો વિશે પણ આ એપ સૂચિત કરશે. ઇ-ગોપાલા એપ આ તમામ પાસાઓ પર ખેડૂતોને સમાધાન પૂરા પાડશે.