રશિયાના કઝાન શહેરમાં 16મી બ્રિકસ શિખર પરિષદમાં ભાગ લેવા સાથે રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીન અને ચીનના રાષ્ટ્રવડા જીનપિંગને પણ મળે તેવા સંકેત: ઈરાન – તુર્કીના રાષ્ટ્રવડાઓ પણ ઉપસ્થિત રહેશે
તનાવભર્યા જીયોપોલીટીકલ વાતાવરણ વચ્ચે વડાપ્રધાનની પાંચ માસમાં બીજી રશિયા મુલાકાત સૂચક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાની બે દિવસની મુલાકાતે જવા રવાના થયા હતા. શ્રી મોદી આ મુલાકાત અનેક રીતે મહત્વની છે. તેઓ રશિયાના કઝાન શહેરમાં યોજાનારી 16મી બ્રિકસ દેશોની શિખર પરિષદમાં હાજરી આપશે.
બ્રિકસએ દુનિયાના તાકાતવાર દેશોનો સમુહ બની ગયું છે અને તેથી આ શિખર પરિષદ પર અમેરિકા સહિતના દેશોની પણ નજર હતી. મોદીની આ મુલાકાત સમયે રશિયા-યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલુ રહ્યું છે. તેમાં બન્ને દેશોના અનુરોધની વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધવિરામ માટે જે પ્રયાસો કરી રહ્યા છે.તે અંગે પણ શિખર પરિષદની સાઈડલાઈન સમયે ચર્ચા થશે અને બીજી તરફ ઈઝરાયેલ-હમાસ અને વિસ્તરેલા હિઝબુલ્લા સામેના યુદ્ધ અને હવે ઈરાન સામેની સંભવિત ટકકર અંગે પણ ચર્ચા થશે. શ્રી મોદી આ યાત્રાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન સાથેની પાંચ માસની આ બીજી મુલાકાત છે અને સૌથી મહત્વનું એ છે કે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ દેશની મુલાકાત લેનાર મોદી કોઈપણ મહત્વના રાષ્ટ્રના વડા છે.તેઓ આ મુલાકાત સમયે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગને પણ મળશે અને આ મુલાકાત પણ મહત્વની બની રહેશે. ભારત અને ચીન વચ્ચે હાલમાં જ સરહદી વિવાદમાં તનાવ ઘટાડવા જે શ્રેણીબદ્ધ પ્રયાસો થયા છે તે સંદર્ભમાં અને જીયોપોલીટીકલ સ્થિતિ ઉપરાંત અમેરિકા સાથે કવાડ સહિતની લશ્કરી સમજુતી આ તમામ પરિપેક્ષમાં મોદી-જીનપીંગની મુલાકાત પર પણ સૌની નજર છે. જો કે બન્ને દેશના વડાઓ વન-ટુ-વન બેઠક કરશે કે કેમ તે અંગે વિદેશ મંત્રાલયે કોઈ જવાબ આપ્યો ન હતો અને જણાવ્યું કે જો આ પ્રકારની કોઈ મુલાકાતનો પ્રશ્ર્ન આવશે તો તે મિડીયાને જાણ કરાશે.