PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ત્રણેય દિગ્ગજ નેતાઓના આજે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભા અને રોડ-શો.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ અત્યારે હાલ જોર જોરથી પ્રચારમાં વ્યસ્ત છે. જે અંતર્ગત PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ત્રણેય દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભા અને રોડ-શો કરવાના છે.
- Advertisement -
PM મોદી આજે 4 જિલ્લામાં કરશે ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ 4 જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. આજે વડાપ્રધાન રાજકોટ ,અંજાર, પાલીતાણાં, જામનગરમાં જનસભા સબોંધશે. વિગતો મુજબ આજે ભાવનગરના પાલીતાણામાં PM મોદી જનસભા સંબોધશે. કાર્યક્રમ મુજબ ગારિયાધાર રોડ પર 12.15 વાગે, કચ્છના અંજારમાં 2.45 વાગે અંજાર-આદિપુર રોડ પર જનસભાનુ આયોજન કરાયું છે. આ સાથે જામનગરમાં ગોરધનપર ખાતે 4.30 વાગે અને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ સાંજે 6.30 વાગે જનસભા સંબોધશે.
અમિત શાહની પણ આજે કરશે સભા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપ ઉમેદવારની જીત માટે પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેરાલુ, સાવલી, ભીલોડા અને અમદાવાદના નવા વાડજમાં ભાજપ ઉમેદવારની જીત માટે પ્રચાર કરશે.
- Advertisement -
મહેસાણાના બેચરાજીમાં આજે CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીમાં આજે ભાજપ ઝંઝાવાતી પ્રચાર કરશે. જેના ભાગરૂપે CM ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા જશે. આજે બહુચરાજીમાં CM ભૂપેન્દ્ર પટેલ રોડશો કરશે. વિગતો મુજબ મુખ્યમંત્રી બહુચરાજી માતાજીના મંદિરથી રોડ-શોનો પ્રારંભ કરશે. આજે બહુચરાજી વિધાનસભા બેઠક માટે ભૂપેન્દ્ર પટેલ પ્રચાર કરશે.