૨૧ જૂન બાદ ૧૮ વર્ષથી વધુ વયના તમામને દેશવાસીઓને નિઃશુલ્ક રસીકરણ આપવામાં આવશે : ૮૦ કરોડ જરૂરીયાતમંદ લોકોને દીવાળી સુધી નિઃશુલ્ક અનાજ આપવામાં આવશે : કોઠારી, રાઠોડ, ઠાકુર
ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સહીતના અગ્રણીઓએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણયને આવકારતા જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીએ નવમી વખત રાષ્ટ્રજોગ પ્રવચનમાં જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત દેશના ૮૦ કરોડ જરૂરીયાતમંદ લોકોને દિવાળી સુધી નિઃશુલ્ક રેશન આપવામાં આવશે તેમજ ૨૧ જુન વિશ્વ યોગ દિવસ થી ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરીકો માટે ભારત સરકાર રાજયો ને મફત વેકસીન ઉપલબ્ધ કરાવશે, ઉત્પાદનમાં ૭૫ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર ઉઠાવશે. અને રાજ્ય સરકાર ને મફત વેકસીન આપશે. વેકસીનની નકકી કરેલ કિંમત કરતા એક ડોઝ પર રૂપિયા ૧૫૦ જ સર્વીસ ચાર્જ લઈ શકાશે અને તેની દેખરેખ રાજય સરકાર જ કરશે. વધુમાં પ્રધાનમંત્રી જણાવેલ કે વિદેશમાંથી રસી ખરીદવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, અને હાલમાં અમુક એકસપર્ટ ધ્વારા બાળકોને લઈ ચિંતા વ્યકત કરવામાં આવી છે, અને તેમા બે વેકસીનનું ટ્રાયલ ચાલી રહયું છે અને એક નેઝલ વેકસીનનું કામ પણ ચાલુ છે. ત્યારે કોરોનાના કેસો દેશમાં ઘટતા જાય છે જેથી દરેક રાજયોએ લોકડાઉનના નિયમો હળવા કરી રહયા છે ત્યારે દેશવાસીઓ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરે અને રસી લે. ત્યારે ભારત દેશ જલ્દી કોરોનાથી મુક્ત થશે અને આપણે જલ્દી કોરોનામુકત થશે.
- Advertisement -
ત્યારે અંતમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા જણાવેલ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮૦ કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ પુરૂ પાડવામાં આવેલ, તે મુજબ હવે દિવાળી એટલે કે નવેમ્બર સુધી ફરી વખત આપવામાં આવશે, અને રસીની પૂર્તતા અંગે ૭ કંપનીઓ કામ કરી રહી છે. જેથી ઝડપથી પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો મળી રહે એ માટે ભાજપ સરકાર સતત કાર્યરત છે.


