કોરોના કાળમાં જ્યારે લોહીની અછત છે ત્યારે રક્તદાતાઓને મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતાનો ઉદાહરણ પુરુ પાડવા રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજ રાઠોડ અને મહામંત્રી લાલજીભાઈ આઠું અને મહેશભાઈ વાણિયાની અપીલ.
રાજકોટ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ સુશાસનને સાત વર્ષ પૂરા થયા છે. ત્યારે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહિતના રાજયના મંત્રી મંડળ દ્વારા સેવા કાર્યો થકી આ સફળ સુશાસનના સાત વર્ષની ઉજવણી માનવતાવાદી કાર્યો દ્વારા કરવા અપીલ કરવામાં આવી છે.ત્યારે, ભાજપની વિવિધ પાંખો દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડો. પ્રદ્યુમન વાંઝા, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરા, પ્રદેશ મહામંત્રી ગૌતમભાઈ ગેડીયા અને વિક્રમભાઈ ચૌહાણે રાજ્યભરમાં રક્તદાન કેમ્પ યોજવા માટે કરેલા આદેશ અનુસાર રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખારચીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાંગેલા, રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ, અને મહામંત્રીઓ મહેશભાઈ વાણીયા અને લાલજીભાઈ આઠુંના માર્ગદર્શન હેઠળ સોમવાર તારીખ 7ના રોજ મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા ભાજપના આગેવાનોના જણાવ્યા મુજબ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વડપણ હેઠળ કેન્દ્રની ભાજપ સરકારે સફળ સુશાસનના સાત વર્ષ પૂરા કર્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનોને કારણે દેશ અને ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહ્યો છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના સફળ સુશાસનના સાત વર્ષની ઉજવણી કરવા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા પ્રવર્તમાન કોરોના કાળમાં લોકોને લોહીની ભારે અછતનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં રાખીને સોમવાર તારીખ 7 ના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 2 નજીક આવેલા સદગુરુ કોમ્પલેક્ષ આઇસીઆઇસીઆઇ બેન્ક સામે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રક્તદાતાઓને આ મહારક્તદાન કેમ્પ માં બહોળી સંખ્યામાં ઉમટી પડી રક્તદાન એજ મહાદાનનું સૂત્ર સાર્થક કરવા અને કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને રક્તદાન દ્વારા મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની લહેરમાં અનેક લોકોને લોહી મેળવવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે, આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ઊભી ન થાય અને રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને તેમજ થેલેસેમીયા જેવી બિમારીથી પીડાતા બાળકો માટે લોહીની તાતી જરૂરિયાત ઊભી થાય તો સમયસર લોહી મળી રહે તે માટે સોમવાર તારીખ 7 ના રોજ સવારે ૯ થી ૧ સુધી યોજાયેલા આ મહારક્તદાન કેમ્પ માં ઉમટી પડી મોટી સંખ્યામાં રક્તદાન કરવા જિલ્લા ભાજપના આગેવાનોએ અનુરોધ કર્યો છે. સાથોસાથ કેમ્પમાં અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા કક્ષાના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને તેમના પરિવારજનો સાથે આવીને રક્તદાન કરવા માટે પણ મનોજ ભાઈ રાઠોડ તેમજ મહામંત્રીઓ લાલજીભાઈ આઠું અને મહેશભાઈ વાણિયાએ અનુરોધ કર્યો છે.


