મોદીએ કહ્યું- કાશી અને મહાકાલ કોરિડોરની જેમ વિકસાવવામાં આવશે; 498 કરોડનો ખર્ચ થશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુવાહાટીમાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં રેલી યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. રવિવારે સવારે તેમણે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે રોડ શો કર્યો હતો. આ પછી ગુવાહાટી વેટરનરી કોલેજના મેદાનમાં મા કામાખ્યા મંદિર કોરિડોર સહિત રૂ. 11 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તેઓ સાંજે દિલ્હી પરત ફરશે. મા કામાખ્યા કોરિડોર મહાકાલ અને કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ તેને 498 કરોડ રૂપિયા ખર્ચીને વિકસાવવામાં આવશે. આ સિવાય વડાપ્રધાનને 358 કરોડ રૂપિયાના ગુવાહાટી ન્યૂ એરપોર્ટ ટર્મિનલથી છ લેન રોડ પ્રોજેક્ટ, રૂ. 831 કરોડના આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટેડિયમ અને રૂ. 300 કરોડના મૂલ્યના ચંદ્રપુરમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
આ સિવાય પીએમએ આસામ માલા રોડ્સના બીજા તબક્કાની શરૂઆત પણ કરી. આ તબક્કામાં 43 નવા રસ્તા અને 38 કોંક્રીટ પુલ બનાવવામાં આવશે અને કુલ 3,444 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પીએમ મોદીએ ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઇમારતનો શિલાન્યાસ પણ કર્યો. તે 3,250 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.