ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વર્ષોથી પરંપરા મુજબ રક્ષાબંધનના પર્વ નિમિતે સંધ્યા પર્વે હળ જીતવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના ચાર યુવાનોને ગુજરાતી મહિનાઓ મુજબ વર્ષના અંતના ચાર માસ અષાઠ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાના નામ આપવામાં આવે છે, ત્યારબાદ ગામના સાર્વજનિક કુવામાં સ્નાન કરાવવામાં આવે છે, અને યુવાનો 500 મીટર દુરથી દોડીને આવે છે, જેમાંથી વિજેતા યુવાનને હળ આપવામાં આવે છે, આ સ્પર્ધામાં વિજેતા થનાર માસમાં સારો વરસાદ વરસે તેવી ખેડુતોની અને ગ્રામજનો માને છે, જે પાછલા વર્ષોમાં સત્ય સાબિત થયું છે, આ વર્ષે સ્પર્ધામાં સાંગાણી રૂત્વિક (આસો માસ) વિજેતા થયો હતો, જેથી આગામી વર્ષમાં આસો મહિનામાં સારો વરસાદ વરસસે તેવું ગામન આગવાનોએ જણાવ્યું હતું,આ તકે વિજેતા સાંગાણી રૂત્વિકને ગ્રામજનો અને ગામના સરપંચે અભિનંદન પાઠવ્યાં હતાં.



