ખેડૂતો સરકાર સામે વેદના ઠાલવી રડી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
એક તરફ રાજ્યમાં અતિ ભારે વરસાદને લીધે ખેડૂતોને પાક નુકશાની થઈ છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા સર્વેની કાગીરી હાથ ધરી અધિકારીઓ માટે નાટક રચતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે. તેવામાં હાલ ખેડૂતોની હાલત ખુબજ દયનીય બની છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકશાની અંગે ખેડૂતો દ્વારા ઝડપી વળતર આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.
- Advertisement -
પરંતુ ગોકળગાય ગતિની માફક ચાલતું સરકારી સર્વે તંત્રના લીધે હવે ખેડૂતો પાસે વધુ સમય રહ્યો નથી જેથી ખેડૂતોને હવે રામ ભરોસે બેઠા છે ત્યારે સાયલા તાલુકાનાં જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે થયેલ પાક નુકસાની બાદ બાગાયતી પકો તો બિલકુલ નષ્ટ થયા હોય તેવી સ્થતિ સામે આવી છે.
જેમાં સરગવો તથા ટામેટા સહિતના વાવેતર કરેલા પાકો તો જમીનદોસ્ત થઈ ચૂક્યા છે જેથી ખેડૂતોને ફળ આવ્યા પહેલા જ મહેનત પાણીમાં ગઈ તેવું સામે આવ્યું છે આ તરફ અનેક ખેડૂતો મહિનાઓની મહેનત અને ખાતર તથા બિયારણનો ખર્ચ પણ ઉઠાવી શકે તેમ નહિ હોવા છતાં વાવેતર કરાયું છે જેઓને નુકશાની જતા હવે બાળકોને અભ્યાસ કરવા માટે સ્કૂલની ફી ભરવી પણ મુશ્કેલ બની છે ત્યારે જિલ્લાના તમામ ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિને લીધે થયેલ પાક નુકશાની અંગે ઝડપી વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.