પ્લાસ્ટિક એસોસિએશનનું અનોખું અભિયાન
વેસ્ટમાંથી બેસ્ટ અભિયાન કોર્પોરેશન માટે
આવકનો સ્ત્રોત બનશે : મ્યુ. કમિશનર તુષાર સુમેરા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશની જાણીતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી ભારતના ઉદ્યોગપતિઓને સંગઠન કરી સમાજ ઉપયોગી વસ્તુઓ પોતાનો સહયોગ આપી દેશભક્તિના કાર્યમાં જોડાઈ તે માટે કાર્યરત કરતી લઘુ ઉદ્યોગ ભારતીના હોદેદારો તથા રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષારભાઈ સુમેરા સાથે મહત્વપૂર્ણ મીટિંગ યોજી હતી. જેમાં લઘુ ઉદ્યોગ ભારતી તરફથી હંસરાજ ગજેરા (પ્રદેશ ઉપાધ્યક્ષ), દીપક પટેલ, (સંયોજક), દિનેશ ચાપાણી (ઉપપ્રમુખ) તેમજ રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તરફથી ઉપપ્રમુખ ભરત પરસાણા, સેક્રેટરી રમેશ ગજેરા, કારોબારી સભ્ય જૈનીશ મુગલપરા હજારફ રહ્યા હતા.
આ બેઠકમાં મુખ્યત્વે રાજકોટ શહેરમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન વિષે ચર્ચા થઈ. શહેરમાં ઘરોમાંથી ડોર-ટુ-ડોર ભેગું થતું પ્લાસ્ટિક જો અન્ય કચરાથી અલગ કરીને આપવામાં આવે, તો પ્લાસ્ટિક એસોસિએશન તેની ખરીદી કરીને તેનું પુન:ઉપયોગ (રીસાયકલિંગ) માટે ઉપયોગમાં લઈ શકે છે. આ યોજના “વેસ્ટમાંથી બેસ્ટ”ના અભિગમ સાથે ન કેવળ પર્યાવરણને લાભદાયી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકનું પણ સ્ત્રોત બની શકે છે.
તુષાર સુમેરાએ ખૂબ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને તત્કાળ તેમના અધિકારીઓને બોલાવી વિગતવાર માહિતી મેળવી આગળ વધવા સૂચના આપી.
આ મીટીંગ ખૂબ જ સફળ રહી અને આવનારા સમયમાં પ્લાસ્ટિક વેસ્ટના વ્યાવસાયિક પુન:ઉપયોગ માટે ઉત્તમ માર્ગદર્શક બની શકે તેમ છે.



