રાજકોટ શહેરની સ્વચ્છતા વિષયક કામગીરી સફાઈની વ્યવસ્થા વધુ સુધ્ઢ બનાવવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ 15/10/2023 થી 16/12/2023 સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિ. કમિશનર આનંદ પટેલનાં માર્ગદર્શન અને સુચના હેઠળ તા.07-11-2023ના રોજ ન્યારી-1, વાગુદળ રોડ ખાતે મીયાવાકી પધ્ધતિથી 1.25 લાખ વુક્ષો વાવવાનું તબક્કાવાર આયોજન કરાયું છે અને આજે 4000 વૃક્ષો વાવવાની કામગીરીનો મ્યુનિ. કમિશનર આનંદ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલ છે. કોરોના સમયે વાગુદળ રોડ ખાતે બનાવવામાં આવેલ ટેમ્પરરી સ્મશાનમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા 7575 પીપળા વાવી પીપળ વન બનાવવામાં આવેલ જેની મુલાકાત પણ મ્યુનિ. કમિશનરએ લીધી હતી.
ન્યારી-1, વાગુદળ રોડ ખાતે મીયાવાકી પદ્ઘતિથી 1.25 લાખ વૃક્ષો વાવવાનો પ્રારંભ
Follow US
Find US on Social Medias