રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાની ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં કુલ-૬૭૩૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવેલ છે.
ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ માટે આવતીકાલ તા.૧૦/૧૧/૨૦૨૧ થી તા.૨૦/૧૧/૨૦૨૧ દરમ્યાન રોજના અંદાજિત-૬૦૦ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. તમામ ઉમેદવારોને મોબાઈલ એસ.એમ.એસ.થી ઓનલાઈન કોલલેટર ડાઉનલોડ કરવા જાણ કરવામાં આવેલ છે.
- Advertisement -



