શિકાગો એરપોર્ટ પર પાયલટની સમયસુચકતાને લીધે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. પાયલટ વિમાનને રન-વે પર ટચ કરવાનો જ હતો કે અન્ય વિમાન સામે આવી ગયું, ત્યારે સમયસૂચકતા વાપરીને વિમાનને પાછું ટેક ઓફ કરી લીધું.
શિકાગોના મિડવે એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલા સાઉથવેસ્ટ એરલાઇન્સના વિમાનને અચાનક ટેક ઓફ કરવું પડ્યું, જયારે બીજું વિમાન રનવે પર આવી ગયું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા એરપોર્ટ વેબકેમ વીડિયોમાં દેખાય છે કે સાઉથવેસ્ટ વિમાન મંગળવારે સવારે 8:50 વાગ્યે CST પર લેન્ડ કરી રહ્યું હતું કે જમીનને અડીને તરત જ ટેક ઓફ કરી દીધું. કારણ કે રનવે પર બીજું વિમાન દેખાયું.
બાદમાં વિમાન સરળતાથી થયું લેન્ડ
- Advertisement -
ઘટનાની અંગે માહિતી અનુસાર, સાઉથવેસ્ટ ફ્લાઇટ 2504નું સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું. ફ્લાઇટ ક્રૂએ રનવેમાં પ્રવેશતા અન્ય વિમાન સાથે સંભવિત અથડામણને ટાળવા માટે સાવચેતીપૂર્વક ડાયવર્ઝન કર્યું. ક્રૂએ સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાન કોઈ પણ ઘટના વિના લેન્ડ થયું.
એર ટ્રાફિક કંટ્રોલર અને પાઇલટે દાખવી સમયસૂચકતા
આ ઘટના દરમિયાન, ફ્લાઇટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેની વાતચીતમાં એવું સંભળાયું કે કંટ્રોલરે પાઇલટને કહ્યું ‘સાઉથવેસ્ટ 2504, ગો-અરાઉન્ડ’ અને ફ્લાઇટને 3,000 ફૂટ ઉપર ચઢવાનો આદેશ આપ્યો. જયારે બીજા વિમાનને પરવાનગી વિના રનવેમાં પ્રવેશવા બદલ દોષી ઠેરવવામાં આવ્યું અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન આ મામલાની તપાસ કરી રહ્યું છે.
- Advertisement -
એરલાઇન કંપની કરશે આ મામલાની તપાસ
વિમાનના માલિક, ફ્લેક્સજેટે, આ ઘટના વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ ઉચ્ચતમ સલામતી ધોરણોનું પાલન કરે છે અને આ બાબતની તપાસ કરી રહ્યા છે. આ ઘટના બીજા વિમાનના રનવે પર ખોટી રીતે પ્રવેશવાના કારણે બની હતી.