વર્ષ 2019 થી બંધ કૈલાસ માન સરોવર યાત્રા આ વર્ષથી ફરીથી શરૂ થવા જઈ રહી છે. ભારત સરકાર અને વચ્ચે કૈલાસ માન સરોવર યાત્રાને લઈને સહમતી બની ગઈ છે. તારીખની જાહેરાત થવાની બાકી છે.
કૈલાસ માન સરોવર યાત્રામાં જવા માટે ઉતરાખંડનાં પિથોરાગઢ જીલ્લાના લીપુલેખ માર્ગથી જવાનું હોય છે. પિથોરાગઢ પ્રશાસને કૈલાસ માન સરોવર યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે 24 દિવસમાં પુરી થનાર કૈલાસ માન સરોવર યાત્રા 10 થી 11 દિવસમાં પુરી થશે. હજુ તારીખ નકકી નથી થઈ પણ જુનથી સપ્ટેમ્બર મહિના સુધી આ આ યાત્રા ચાલે છે. યાત્રામાં 18 થી 70 વર્ષની વયના શ્રધ્ધાળુઓ જઈ શકે છે.
- Advertisement -
એક યાત્રાળુને લગભગ આ યાત્રા માટે 1 લાખથી 80 હજાર રૂપિયાનો ખર્ચ લાગે છે. પિથોરાગઢ તીબેટની સીમા સુધી યાત્રીઓને જીલ્લા પ્રસાસન અને બોર્ડ રોડ ઓર્ગેનાઈઝેશનની સાથે સાથે બીજી એજન્સી પહોંચાડે છે.




