“ખાસ ખબર” અહેવાલ બાદ
અહેવાલ બાદ તંત્રને સ્વછતા અભિયાન યાદ આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
દેશમાં સ્વછતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વપરાશ થાય છે. પરંતુ ગ્રાન્ટ વપરાશ બાદ પણ કેટલાક વિસ્તારોમાં હજુય કચરાના ઢગલાને લઈ નર્કાગાર જેવી સ્થિતિ નજરે પડે છે. ત્યારે સ્વછતા માટે અભિયાન ચલાવવા માટે સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પોતાની કચેરીઓમાં સ્વછતા હાથ ધરવાની જરૂરી છે પરંતુ સરકારી કચેરીઓની બહાર જ ગંદકી નજરે પડે છે આ પ્રકારે ધ્રાંગધ્રા શહેરની ઘુડખર અભયારણ્ય ફોરેસ્ટ કચેરી બહાર જ છેલ્લા કેટલાક સમયથી ગંદકી અને ઉકરડા ઢગલા જોવા મળતા હતા.
સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત બાદ પણ કચેરી નજીક ઉકરડાને દૂર કરવામાં તંગી પાંગળું સાબિત થયું હતું જેથી અહીં કચેરી ખાતે આવતા અરજદારોને ઉકરડા પાસેથી પસાર થવું પડતું હતું. તેવામાં આ અંગે ખાસ ખબર દ્વારા 30 ઓગસ્ટના રોજ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો જે અહેવાલને ધ્યાને લઈ તત્કાલિક તંત્ર સફાળી જાગ્યું હતું જે અહેવાલને લઈ તંત્ર દ્વારા ફોરેસ્ટ કચેરી બહાર તાત્કાલિક સફાઈ હાથ ધરી હતી.
આ તરફ સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત બાદ પણ ઉકરડા નહીં હટાવતા તંત્રને “ખાસ ખબર” અહેવાલને પગલે તાત્કાલિક કામગીરી કરતા ફરી એક વખત “ખાસ ખબર” ધારદાર અહેવાલની અસર જોવા મળી હતી.