રંગીલા રાજકોટમાં ઠેર-ઠેર ઉકરડા અને ગંદકી જોવા મળી રહી છે. રાજકોટ એક તરફ સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યારે રાજકોટ 150 ફૂટ રીંગ રોડ પર આવેલી રામાપીર ચોક નજીક આવેલા શૌચાલય પાસે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
અતિશય દુર્ગંધ મારતા આ કચરાને કારણે આસપાસનાં વિસ્તારનાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ગંદકી અને કચરાને કારણે રોગચાળો ફેલાય કે મચ્છર જન્ય રોગ થાય તેવી ભીતિ લત્તાવાસીઓમાં સેવાઈ રહી છે. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતા હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી.