ખાસ ખબર દ્વારા રાજકોટના વિવિધ શૌચાલયોનું રિયાલિટી ચેક
સ્વચ્છતા અભિયાન હજુ સુધી શહેરના શૌચાલયો સુધી ન પહોંચ્યા હોવાનો વસવસો !
- Advertisement -
સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. તેમજ શહેરમાં ઠેર-ઠેર શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ખાસ ખબરે રાજકોટના વિવિધ શૌચાલયોનું રિયાલિટી ચેક કર્યું હતું. શહેરમાં જાહેર શૌચાલયમાં ગંદકીના ગંજ ખડકાયેલા છે. વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવતી નથી. તેના કારણે જીવ – જંતુનો ઉપદ્રવ વધે છે જેનાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ફેલાઈ શકે છે. શૌચાયલોમાં જતાં જ લોકોને ચક્કર આવી જાય તેવી ગંદકી જોવા મળી હતી. શૌચાલયની અંદર વંદા પણ મરી જાય અને માણસનું માથું ફાંટી જાય તેવી ગંદી વાસ આવી રહી છે. તેમજ અંદરના ભાગે ભારે માત્રામાં કચરો, દારૂની બોટલો, દારૂની પોટલી સહિત જોઈ ન શકાય તેવી ગંદકી જોવા મળી હતી. આ શૌચાલયો રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ, વિરાણી સર્કલ, રાષ્ટ્રીય શાળા માર્ગ, છખઈ ઓફિસ (અંદર)માં આવેલ છે. આવી જ હાલત આરએમસી કચેરીમાં આવનારા લોકોની છે. આરએમસી ઓફિસના શૌચાલય પણ સાફ-સફાઈ વગર ગંદકીથી ખદબદી રહ્યું છે. જેની સાફ-સફાઇ માટે કોઈ અધિકારી પણ પગલાં લેતા નથી. એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ત્યારે સરકારી કચેરીમાં જ ગંદવાડ જોવા મળી રહ્યો છે. છખઈની અઈ ચેમ્બરમાં બેસતા સત્તાધીશોએ આ ગંદકી ધ્યાને લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ.