રાજકોટની ઓળખ માથે કાળા ટીલા સમાન બન્યા કચરાના ઢગલાં
રાજકોટ એક તરફ સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યારે રંગીલા રાજકોટમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આજી ડેમ ચોકડીએ દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. ત્યાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. હવે આ ગંદકી અને કચરાના ઢગલા રંગીલા રાજકોટની ઓળખ માથે કાળા ટીલા સમાન છે.તે આ ગંદકીનો સત્વરે નિકાલ કરવામાં નહી આવે તો રાજકોટના લોકો રોગચાળાની ઝપટેમાં આવી જશે તેવી દહેશત સેવાઈ રહી છે. આ ગંદકી કચરાના ઢગલા સ્વચ્છતા અભિયાનની સરા જાહેર પોલ ખોલી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અતિશય દુર્ગંધ મારતા આ કચરાને કારણે આસપાસનાં વિસ્તારનાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.