નવેમ્બરમાં થયેલી મહંત યાદવની હત્યામાં 2 આરોપીને PIએ અભયદાન આપ્યું!
રાજકોટ શહેર પોલીસ પર એક પછી એક ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે. હવે ન્યાય માટે ઝઝૂમતાં ફરિયાદીઓ ખુલીને મીડિયા સામે આવી રહ્યા છે. હવે રાજકોટ જિલ્લા પોલીસની કામગીરી પણ શંકાના પરિઘમાં આવી છે. હાલમાં જ એક પરપ્રાંતીય આઘેડની હત્યામાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ અને પીએસઆઈ બરબસીયા વિરુદ્ધ ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે. મહંત યાદવ નામના શખ્સનાં હત્યારાઓ ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘાને બચાવવામાં સંકળાયેલા પોલીસ અધિકારીઓ સામે હવે મહંત યાદવના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે.
- Advertisement -
બનાવની વિગત મુજબ શાપર-વેરાવળના સર્વોદય હાઉસીંગ ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય મહંતભાઈ યાદવની ટૂંકસમય પહેલા હત્યા થઈ હતી આ હત્યાના બનાવ અંગે મહંત યાદવના પત્ની ફરિયાદી કુસુમબેને ખાસ-ખબરને જણાવ્યા અનુસાર તે અને તેમના જમાઈ ઓમપ્રકાશભાઈ રાજકોટ ખાતેની રવિવારી બજારમાં ખરીદી કરવા આવ્યા હતા અને બાઈક પર પરત શાપર જઇ રહ્યા હતા ત્યારે શાપર પહોંચતા ત્યાં સ્વીફટ કારમાં નીકળેલા ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘો નામના શખ્સે પુરપાટ ઝડપે સ્વીફટ હંકારી બાઈકની લગોલગથી કાઢતા અકસ્માત થતા થતા રહી ગયો હતો. આ મામલે કુસુમબેને આ ચારેય શખ્સોને કાર ધીમે ચલાવવા ઠપકો આપતા માથાકૂટ થઇ હતી. બોલાચાલીમાં આરોપી શખ્સો ધોકા-પાઈપ વગેરે લઇ મહંત યાદવના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે ઘરનાં સભ્યોને માર માર્યો હતો અને મહંત યાદવને માથામાં અને શરીરે ઇજા પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
બૂટલેગરોને છાવરનાર PI ગોહિલને કોનું પીઠબળ? તપાસ થવી રહી
ભોજુભા અને તેમના પુત્રો જયદીપ – અર્જુન શાપરનાં નામચીન બુટલેગર
મહંત યાદવના પત્ની કુસુમબેનના કહેવા મુજબ ભોજુભા અને તેમના પુત્રો જયદીપ – અર્જુન દેશી દારૂ વેંચે છે. શાપરના માથાભારે શખ્સોમાં ભોજુભા અને તેમના પુત્રો જયદીપ – અર્જુનનું નામ મોખરે આવે છે એટલું જ નહીં પરંતુ ભોજુભા અને તેમના પુત્રો જયદીપ – અર્જુન શાપર, લોધિકા, કોટડાસાંગાણીનાં કેટલાંક પોલીસ અધિકારીઓને નિયમિત હપ્તા પણ ચૂકવે છે અને ખુલ્લેઆમ દેશી દારૂના વેંચાણનો ધંધો કરે છે. આખું શાપર આ બાપ-દિકરાઓની દાદાગીરીથી ત્રાસી ગયું છે અને ભયભીત છે.
- Advertisement -
મહંત યાદવની પત્ની પર ત્રાસ વર્તાવ્યો, FIRની નકલ આપવાની પણ ના કહી!
SP અને IG તથા DG સુધી ફરિયાદ પછી પણ ગોહિલનો વાળ વાંકો થયો નથી
બનાવની વિગત મુજબ શાપર-વેરાવળના સર્વોદય હાઉસીંગ ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય મહંતભાઈ યાદવની ટૂંકસમય પહેલા હત્યા થઈ હતી આ હત્યાના બનાવ અંગે મહંત યાદવના પત્ની ફરિયાદી કુસુમબેને ખાસ-ખબરને જણાવ્યા અનુસાર તે અને તેમના જમાઈ ઓમપ્રકાશભાઈ રાજકોટ ખાતેની રવિવારી બજારમાં ખરીદી કરવા આવ્યા હતા અને બાઈક પર પરત શાપર જઇ રહ્યા હતા ત્યારે શાપર પહોંચતા ત્યાં સ્વીફટ કારમાં નીકળેલા ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘો નામના શખ્સે પુરપાટ ઝડપે સ્વીફટ હંકારી બાઈકની લગોલગથી કાઢતા અકસ્માત થતા થતા રહી ગયો હતો. આ મામલે કુસુમબેને આ ચારેય શખ્સોને કાર ધીમે ચલાવવા ઠપકો આપતા માથાકૂટ થઇ હતી. બોલાચાલીમાં આરોપી શખ્સો ધોકા-પાઈપ વગેરે લઇ મહંત યાદવના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે ઘરનાં સભ્યોને માર માર્યો હતો અને મહંત યાદવને માથામાં અને શરીરે ઇજા પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મહંત યાદવને માર મારવાનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા અન્ય પુરાવાઓને આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ અને પીએસઆઈ બરબસીયા ઈરાદાપૂર્વક મહંત યાદવ મર્ડર કેસની એફઆઈઆરમાંથી હત્યારા ચાર આરોપીઓ ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘામાંથી અર્જુન અને રઘાનું નામ કાઢી નાખ્યું હતું. વાત અહીંથી પૂરી થતી નથી પરંતુ આ મર્ડર કેસના બે આરોપીનું નામ એફઆઈઆરમાંથી કાઢી નાખવા ઉપરાંત શાપર-વેરાવળના પીઆઈ ગોહિલ અને પીએસઆઈ બરબસીયાએ મહંત યાદવ મર્ડર કેસમાં સત્તાનો દુરુપયોગ કર્યો છે અને તપાસ કાર્યવાહીમાં પણ ખૂબ ઢીલાશ રાખી હત્યારાઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે એવું મહંત યાદવના પરિવારજનોનું જણાવવું છે.
આરોપીઓ અને પોલીસ સાથે મળી ફરિયાદીને ડરાવી-ધમકાવી રહ્યા છે!
શાપરમાં રહેનાર અને હત્યાનો ભોગ બનનાર મહંત યાદવ ચાર ભાઈ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેના પત્નિનું નામ કુસુમબેન છે. મહંત યાદવ છુટક મજૂરી કરતાં હતાં અને ઘરનો મુખ્ય આધારસ્તંભ હતા. મહંત યાદવના પરિવારજનોના કહેવા મુજબ હવે મહંત યાદવની હત્યા કરનાર આરોપીઓ ભોજુભા, જયદીપ, અર્જુન, રઘો અને તેમના સાથીદારો તથા આ કેસની તપાસ સાથે જોડાયેલા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ અને પીએસઆઈ બરબસીયા તેમને ધાક-ધમકીઓ આપી કેસ પાછો ખેંચવા ડરાવી-ધમકાવી રહ્યા છે.
મર્ડર કેસનાં ફરિયાદીઓ પોલીસથી ત્રાસી ચોધાર આંસુએ રડી પડ્યા
પોલીસનું કામ ન્યાય અપાવવાનું છે પરંતુ રાજકોટ પોલીસના કેટલાંક અધિકારીઓ ન્યાય આપવાની જગ્યાએ ન્યાય તોડી રહ્યા છે અને ગુનેગારોને છાવરી રહ્યા છે. પૈસા અને પાવર આગળ ઝૂકી જતી રાજકોટ પોલીસ નબળા અને નિમ્ન વર્ગના લોકો પર રોફ જમાવવા કેવાકેવા ષડ્યંત્ર રચે છે તેની ચોંકાવનારી વિગતો ખાસ-ખબરને મળી છે. રાજકોટના શાપર-વેરાવળના મહંત યાદવ મર્ડર કેસમાં હત્યારાઓને બચાવવા શાપર પોલીસ સ્ટેશનનાં પીઆઈ ગોહિલ અને પીએસઆઈ બરબસીયાનાં ત્રાસથી કંટાળીને મહંત યાદવના પત્ની-પુત્રી ખાસ-ખબરની ઓફિસ પર પહોંચી ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
મહંત યાદવના પરિવારજનોનો આક્ષેપ : પોલીસ આરોપી સાથે મળી ગઈ
મહંત યાદવના પરિવારજનોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, મહંત યાદવના હત્યારાઓ ભોજુભા, જયદીપ, અર્જુન, રઘો અને પીઆઈ ગોહિલ, પીએસઆઈ બરબસીયા એક થઈ ગયા છે. મહંત યાદવના પત્ની કુસુબેને ખાસ-ખબરને જણાવ્યું હતું કે, આરોપીઓ અને પોલીસ એક થઈ ગયા છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જતા પોલીસ ગેરવર્તણૂક કરે છે. મહંત યાદવની હત્યાના બનાવ બાદ સમગ્ર પોલીસ કાર્યવાહી મામલે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ અને પીએસઆઈ બરબસીયાની ભૂમિકા શંકાસ્પદ છે તેમજ આરોપીને બચાવ કરતી હોવાનું માલૂમ પડી રહ્યું છે.