રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓએ કિંમતી દવા દર્દીઓને આપવાના બદલે બારોબાર કચરામાં ફેંકી સળગાવી નાખ્યાનું કૌભાંડ બહાર આવ્યું છે.
- Advertisement -
રાજકોટ મનપા સંચાલિત મોરબી રોડ આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ ગૌરવ પીઠડિયાએ લાખો રૂપિયાની કિંમતની દવાઓ પડતર થવા દીધી અને બાદમાં સળગાવી નાખી છે.
એક તો દવાઓ એક્સપાયર થઈ તે સરકારી નાણાંનો વ્યય થયો અને એક્સપાયર થઈ હોય તો તેને બાયોમેડિકલ વેસ્ટમાં આપવાને બદલે બારોબાર નિકાલ કરી દીધો છે. આ બંને પગલા આરોગ્ય કેન્દ્રમાં ચાલતા દવાઓ બારોબાર કાઢી જવાના કૌભાંડને છુપાવવા માટે કરાયા છે અને તેમાં તે કેન્દ્રના તબીબ ડો. વિપુલ પરમારની સંડોવણીની પણ શક્યતા છે.