ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં તારીખ 25 માર્ચ હોળી ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાધામમાં આમલકી એકાદશી પર્વથી ફાગણી પૂર્ણિમા મેળાનો પ્રારંભ થઇ ગયો છે. મંદિરમાં દર્શનાર્થે આવતાં પદયાત્રિકો, શ્રદ્ધાળુઓને કોઇ મુશ્ર્કેલી ન પડે તેવું આયોજન ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરના પગથિયા ચઢતી વખતે ભીડને લઇને ભક્તો પડી ન જાય તે માટે પગથિયા ઉપર મજબૂત ઢાળ સાથેનો રેમ્પ બનાવીને કારપેટ પાથરવામાં આવી છે. મંદિરના લાડુ પ્રસાદ માટે ચાર સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે 5 લાખ ઉપરાંત લાડુ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. તેમજ 5 સ્થળોએ ભગવાનના દર્શન માટે મોટા 5 કઊઉ સ્કીન મૂકવામાં આવે છે. મંદિરને લાઇટીંગ રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે.
- Advertisement -
ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું કે, “ફાગણી મેળાનો પ્રારંભ થઈ ગયો છે. મંદિરમાં દર્શનાથીઓનો પસારો વધી રહ્યો છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવામાં ભકતો. યાત્રાળુઓ તથા પદયાત્રિકોને કોઈ મુશ્ર્કેલી ન પડે તેવું આયોજન ટેમ્પલ કમિટિ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. તારીખ 25મીએ હોળી (ફાગણી) પૂર્ણિમા છે. તારીખ 24 અને 25મીએ મંદિરમાં દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. અમદાવાદથી સેંકડો પદયાત્રા સંથ ડાકોર તરફ પ્રયાણ થઈ રહ્યા છે. મંદિરની બહાર કઊઉ સ્કીન સહિત ચાર મોટા પ્રોજેકટર સ્કીન લગાવવામાં આવેલ છે. મંદિરમાં ભગવાનની પ્રસાદીના લાડુ ગત વર્ષે કરતાં આ વર્ષે પ્રસાદીના લાડુ ડબલ એટલે 5 લાખથી વધુ બનાવવામાં આવેલ છે. લાડુ પ્રસાદી વિતરણ મંદિર બહાર, ગૌશાળા, લક્ષ્મીજી મંદિર અને ખેડાવાળવાડી ખાતે રાખવામાં આવેલ છે. મંદિરમાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો, શ્રધ્ધાળુઓ ઊમટ્યા છે. મંદિરની રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.