ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે વીજ ચોરી ઝડપી લેવા ઙૠટઈકની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આજે સવારે 8 વાગ્યાથી રાજકોટ સીટી ડિવિઝન 1 હેઠળ 20 થી વધુ વિસ્તારોમાં 48 ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે. જેમાં 11 ઊંટ ના 13 ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે સીટી ડિવિઝન 2માં કરેલ ચેકીંગ બાદ આજ રોજ સીટી ડિવિઝન 1 હેઠળ વિસ્તારમાં 48 ટિમો દ્વારા 11 ઊંટ ના કુલ 13 ફીડર આવરી લેવામાં આવ્યા છે. જેમાં જંગલેશ્વર, અંકુર સોસાયટી, મહાત્મા ગાંધી સોસાયટી, આજી ૠઈંઉઈ, રામનગર, માંડા ડુંગર, અટિકા, વિરાણી ઘાટ, પટેલનગર, સોરઠીયાવાડી, સંતકબીર રોડ અને પેડકરોડ સહીત 20થી વધુ સોસાયટીનો સમાવેશ થાય છે.
- Advertisement -
એક સપ્તાહ બાદ ગઇકાલે ચેકીંગ હાથ ધર્યા બાદ આજે સતત બીજા દિવસે સવારથી રાજકોટ શહેર ડિવિઝન 1 હેઠળ વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સવારથી સાંજ સુધીના સમયમાં સીટી ડિવિઝન 2 હેઠળ ચેકીંગ દરમિયાન 42 ટીમ દ્વારા 1142 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત 130 ક્નેક્શનમાંથી 27.45 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.