રાજકોટ, બોટાદ અને કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં 96 ટીમો સવારથી વીજ ચેકિંગ હાથ ધર્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે ઙૠટઈકની અલગ અલગ 96 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે 8 વાગ્યાથી રાજકોટ, બોટાદ અને કચ્છ ડિવિઝનમાં ઙૠટઈક દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના વિરામ બાદ આજે ફરી રાજકોટ શહેરના જીવંતિકાનગર, ભારતીનગર, ગોવિંદનગર, મોટી ટાંકી ચોક સહીત વિસ્તારોમાં ઙૠટઈક દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર 2 ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 37 ટીમો દ્વારા આજે સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રૂખડિયાપરા, 53 ક્વાર્ટર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, છત્રપતિ આવાસ, મહર્ષિ આવાસ, હેડગેવાર આવાસ, ગાંધીગ્રામ, લક્ષ્મી છાયા સોસાયટી સહીત સોસાયટીઓમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે શરૂ કરવામાં આવેલ ચેકીંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના 11 ઊંટ આવાસ યોજના, 11 ઊંટ સેન્ટ્રલ જેલ, 11 ઊંટ ગાંધીગ્રામ અને 11 ઊંટ ગૌતમનગર ફીડર આવરી લેવામાં આવ્યા છે.