ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.27
આગામી તારીખ 7 ના રોજ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, લોકોના મત અધિકારનો ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખી શકાય છે આગામી ચૂંટણીમાં લોકો મતદાન કરવા પ્રેરાય કારણકે સમગ્ર ભારતમાં 100 માંથી 60 થી 65 લોકો જ મતદાન કરે છે તેનાથી વધુ ટકાવારીમાં મતદાન થાય તે માટે પ્રફુલભાઈ ટોળીયા દ્વારા જામવાડી ૠઈંઉઈ નેશનલ હાઇવે ઉપર આવેલ, નાયરા એનર્જી ના શિવાલય ફ્યુલ પોઇન્ટ ઉપર મતદાનને દિવસે જે કોઈ લોકો મતદાન કરી પોતાની આંગળી ઉપર નું નિશાન તે પંપ ઉપર દેખાડશે તેને પેટ્રોલ ઉપર લીટર દીઠ એક રૂપિયો અને ડીઝલમાં લીટર દીઠ 50 પૈસા પરત આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
- Advertisement -
પ્રફુલભાઈ ટોળીયા ને આ વિચાર એટલા માટે આવ્યો લોક શાહી જીવંત રાખવા માટે સાચા અને સજ્જન માણસ ને ચૂંટવા માટે ભારતદેશ ના તમામ લોકો એ મતદાન કરવું જરૂરી છે. ઘણી વાર લોકો આળસ વ્યક્ત કરતા હોઇ છે કે મારા એક મત થી શુ પણ ઘણી વાર એવું બનતું હોઈ છે એક મત થી ઘણા ફેર પડતા હોય છે બે વ્યક્તિ ઉભા હોય છે તેમા સજ્જન વ્યક્તિ ને આપણે મતદાન કરીએ કોઈ પણ પક્ષ ને કરીએ આપણે સજ્જન વ્યક્તિ મતદાન કરીએ અને દેશ ની સંસ્કૃતિ, દેશ ની વિકાસ, દેશ ની ગતિ, જે પક્ષ જે વ્યક્તિ જાળવી રાખવા માટે મજબૂત હોઈ તેઓ ની સાથે રહેવાનો પ્રયાસ કરીએ.