હાઇવે પર નીકળતા ટ્રકોમાંથી પેટ્રોલ તથા ડીઝલ કાઢી ગેરકાયદે વેચાણ કરતા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે રાજકોટ અમદાવાદ હાઇવે પર કટારિયા ટોલટેક્ષ નજીક આવેલી રાજખોડલ હોટલમાં ગેરકાયદે પેટ્રોલ ડીઝલ વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો કરી ટ્રકમાંથી કાઢવામાં આવેલું ડીઝલ 60 લિટર કિંમત 5400 રૂપિયા, એક ટ્રક કિંમત 15 લાખ રૂપિયા તથા એક મોબાઇલ કિંમત 5000 રૂપિયા એમ કુલ 15,10,400 રૂપિયાના મુદામાલ સાથે હોટલ સંચાલક વિલાસબેન મનુસિંહ બસન રહે: લીંબડી તથા જગદીશ ભાઈલાભાઈ ભોઈ રહે: પેટલાદ વાળાને ઝડપી લઇ બંને વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



