- મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર
- પેટ્રોલની કિંમત વધીને 100.19 રૂપિયા પ્રતિ લિટર
- ડિઝલની કિંમત 92.17 પ્રતિ લિટર થઈ
મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ મહિનામાં 15મી વખત પેટ્રોલની કિંમત વધી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લીટર અને ડિઝલમાં 28 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ મહિને 15મી વખત પેટ્રોલ અને ડિઝલ બન્નેના ભાવ વધ્યા છે સાથે જ દેશમાં તેની કિંમત પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પહેલા જ 100 રૂપિયાને પાર પહોંચી ચુક્યા છે. અને શનિવારે મુંબઈમાં પણ પેટ્રોલે 100નો આંકડો પાર કરી દીધો છે. મુંબઈમાં હવે પેટ્રોલની કિંમત વધીને 100.19 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડિઝલની કિંમત 92.17 પ્રતિ લિટર થઈ ગઈ છે. રાજ્યોમાં વેટ અને ફ્રેટની કિંમત જેવા ટેક્સના આધાર પર પેટ્રોલ ડિઝલની કિંમતોમાં અંતર રહે છે.
- Advertisement -
દિલ્હીમાં આ છે પેટ્રોલ ડિઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ હાલ 93.94 રૂપિયા પ્રતી લિટર છે જ્યારે ડિઝલ 84.89 રૂપિયા પ્રતિ લિટરના ભાવ પર મળે છે. ચોથી મે બાદ 15મી વખત પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા છે. રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં હાલ પેટ્રોલ અને ડિઝલના ભાવ દેશમાં સૌથી વધારે છે. તેમાં તેના ભાવ ક્રમશ: 104.94 રૂપિયા પ્રતિ લિટર અને 97.79 રૂપિયા પ્રતિ લિટર છે.