બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થતા અત્યાચાર સામે જૂનાગઢ હિંદુ હિત રક્ષક એક મંચ પર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
બાંગ્લાદેશમાં સાધુ સંતો તેમજ સનાતની હિન્દુઓ ઉપર અત્યાચાર, નરસંહાર, હિન્દુ મહિલાઓ ઉપર અમાનવીય અત્યાચારો ની ઘટનાઓ, હિન્દુ મંદિરોને સતત તોડવામાં આવી રહ્યા છે. તેમજ બળજબરી પૂર્વક હિન્દુઓના ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે .બાંગ્લાદેશમાં રાજનૈતિક સત્તા પરિવર્તન બાદ ઘણા સમયથી હિન્દુઓ ઉપર અનેક અત્યાચારો થઈ રહ્યા છે .
- Advertisement -
આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમો રાખેલ છે. જેમાં હિંદુ હિત રક્ષક મંચ જુનાગઢ દ્વારા બે દિવસથી 6 સ્થળો પર ધરણા પ્રદર્શન સાથે સહી ઝુંબેશ શરુ કરવામાં આવી છે.જયારે આ સહી ઝુંબેશમાં સનાતન હિન્દૂ ધર્મના તમામ ભાઈ બહેનોએ હજારોની સંખ્યામાં સહી ઝુંબેશ કરીને બાંગ્લાદેશમાં થતા અત્યાચારનો વિરોધ કરીને રોષ પ્રગટ કર્યો છે.ત્યારે વીએચપી જયેશ ખેસવાણી તેમજ સંદીપભાઈ પેથાણી, અરવીંદ સોલંકી સહીત હિંદુ હિત રક્ષક મંચના તમામ સભ્યો દ્વારા આજ રોજ સાંજે 4 વાગ્યે શહેરના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સર્કલ સરદારબાગ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સનાતન ધર્મના સાધુ – સંતો સામાજિક સંસ્થા સહીત વેપારીભાઈઓ જોડાશે અને કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને સનાતની પર થતા અત્યાચારનો વિરોધ પ્રગટ કરશે.



