ગિરનાર ધાર્મિક સ્થાનોમા ગંદકી મામલે હાઇકોર્ટમાં પીટીશન
શબરીમાલા, વૈષ્ણોવદેવી જઇને જોઈ આવો-હાઈકોર્ટે
- Advertisement -
કલેક્ટર-કમિશનરને સોગંદનામું કરવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર પર્વત ઉપર અનેક ધર્મસ્થાનો આવેલાં છે જેમ ગુરૂ દત્તાત્રય અને અંબાજી મંદરિ આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળતા હાઇકોર્ટ મા જાહેરહિતની અરજી કરાઇ હતી જે મામલે હાઇકોર્ટ દ્વારા સરકારને સ્વચ્છતા મામલે બાંધછોડ નહી કરવામાં તેવી ટકોર કરવામાં આવી હતી અરજીમા એવી રજૂઆત કરવામા આવી હતી કે મંદીર પરીસર આસપાસ ગંદકી ફેલાઈ છે પરિસર આસપાસ પ્લાસ્ટિક બોટલ સહીત કચરાના ઢગલા જોવા મળે છે અને દુર્ગંધ ફેલાઈ છે.
જેના લીધે ગીરનાર પર્વત આવતા ભાવીકોનું સ્વાસ્થ્ય જોખમાય છે ત્યારે ગીરનાર પર્વત એક પાવિત્ર સ્થળ છે અને મંદીર જેવા પવિત્ર સ્થળ પર સ્વચ્છતા હોવી જોઈએ પણ સ્વચ્છતા નહી જળવાતા હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતીગીરનાર પર્વત પરના ધાર્મિક સ્થાનોની યાત્રા કરવા લાખો શ્રદ્ધાળુ યાત્રા કરવા પધારે છે ત્યારે ગીરનાર પર્વત પર ધાર્મીક સ્થાનો ની આસપાસ ગંદકીના કારણે દુર્ગંધ થી ભાવીકો ત્રસ્ત થઇ જાય છે ત્યારે અનેક વખત અરજી કરવાથી તંત્ર દ્વારા કોઇ પગલા નહી લેવાતા હાઈકોર્ટે સરકાર અને સ્થાનીક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી તેની સાથે રિઝર્વે ફોરેસ્ટમાં બાંધકામ ની મંજુરી નહી હોવા છતાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યાની રજુઆત કરવામા આવી હતી.
- Advertisement -
કોર્ટે કહ્યું શબરીમાલા- વૈષ્ણોવદેવી જોઈ આવો…
ગિરનાર પર્વત ઉપર થતી ગંદકી મામલે હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે શબરીમાલા – વૈષ્ણોવદેવી મંદિર જોઈ આવો સ્વચ્છતા મામલે કોઇ બાંધછોડ નહી ચાલવી લેવાઈ અને જૂનાગઢ કલેક્ટર, કમિશનર ને સોગંદનામુ કરવા આદેશ કર્યા હતા.