અમરેલીમાં લેટરકાંડના પડઘા ગિર સુધી ગુંજ્યા:
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
તાલાલામાં મામલતદાર કચેરી ખાતે તાલાલા તાલુકાનાં પાટીદાર સમાજ તથા અન્ય સમાજ દ્વારા અમરેલીની એક દીકરી કે જેઓ અમરેલી ભાજપ પાર્ટીની ઓફિસમાં નોકરી કરતી હતી. તેમને નોકરીમાંથી દૂર કરી તેના બેરોજગાર બનાવી હતી અને આ દીકરી દ્વારા રજૂઆત કરતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તેને પરેશાન કરી દીકરી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અમરેલી ભાજપ પાર્ટીના આગેવાનો દ્વારા આ દીકરીનું જાહેરમાં પોલીસ તંત્ર દ્વારા સરધસ કાઢવામાં આવ્યું ત્યારે તાલાલા તાલુકાનાં પાટીદાર સમાજ તથા અન્ય સમાજ દ્વારા દીકરીને ન્યાય મળે તે માટે તાલાલા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.