-10 દિવસનાં ‘ગ્રેસ પીરીયડ’ની સવલત રદ
ગુજરાતી સહિત ભારતીયોના ફેવરીટ પ્રવાસન સ્થળ તથા વ્યાપાર-ધંધા માટે પણ મહત્વના એવા દુબઈમાં હવે નિયમો વધુ કડક બન્યા છે. અત્યાર સુધી પ્રવાસીના વિઝા પુરા થયા પછી પણ 10 દિવસ સુધી રોકાણની સવલત હતી જે હવે રદ કરી દેવામાં આવી છે. હવે વિઝા અવધિ પૂર્ણ થયા પુર્વે જ દુબઈ છોડવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
- Advertisement -
10 દિવસનો ગ્રેસ પીરીયડ ખત્મ કરવામાં આવી છે. ટ્રાવેલ એજન્ટો દ્વારા પણ પ્રવાસીઓને આ નિયમ વિશે ખાસ તાકીદ કરવાનું શરૂ કરાયું છે. સૂત્રોએ કહ્યુ કે દુબઈ સિવાયના અમીરાત રાષ્ટ્રોએ અગાઉ જ 10 દિવસનો આ ગ્રેસ પીરીયડ રદ કરી નાખ્યો હતો. પરંતુ દુબઈએ હવે તેનું અનુસરણ કર્યુ છે. વિઝા અવધિ પૂર્ણ થયા પછી પણ રહેનાર વ્યક્તિના રોકાણને ગેરકાયદે ગણીને દંડ તથા જેલસજાની જોગવાઈ છે.