4 એપ્રિલથી ઑનલાઈન ફોર્મ ભરી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.13
- Advertisement -
કાયમી ધોરણે સ્થાપવામાં આવેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 પોલીસ સબ ઈન્સ્પેક્ટર- PSI સહિત વર્ગ-3ની 12,472ની જગ્યાઓ ભરવા માટે જાહેર કરવામા આવી છે. મહિના અગાઉ વર્ગ-3ની ભરતી માટે પરીક્ષા પધ્ધતિમાં મોટાપાયે ફેરફાર થયા પછી હાલમાં તેના નિયમ રચવા અંગેની પ્રક્રિયા ચાલુ હોવાથી આ ભરતી માટેના ઉમેદવારોને ઓજસ વેબસાઈટ જોતા રહેવા બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે અપીલ કરી છે.
પોલીસ તંત્રમાં ખાલી પડેલી 12,472 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરતા હસમુખ પટેલે જણાવ્યું કે, ‘ઓનલાઈન અરજી સ્વિકારવાનો સમયગાળો હવે પછી અપલોડ કરાશે. સંભવત: ચોથી એપ્રિલ આ પ્રક્રિયા અર્થાત ઉમેદવારી પત્રો ભરી શકાશે. તેમણે ઉમેદવારોને શાંતિથી તૈયારી કરવાનું કહીને આ ભરતી હેઠળ પરીક્ષા ચોમાસા પછી યોજવાનું બોર્ડનું આયોજન હોવાનું ઉમેર્યુ હતું.’



