કેન્દ્ર સરકારે ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો લાવવા માટે 30 લાખ ટન ઘઉ ખુલ્લા બજારમાં વેચવાનું નક્કી કર્યું છે. જેને લઈને ભાવ ઘટી શકે છે.
હાલ તમામ વસ્તુઓના ભાવ આભને આંબતા હોવાથી મોંઘવારી બોકાસો બોલાવી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાહત રૂપ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોટના ભાવમાં ઘટાડો થવાની શકયતા સેવાઇ રહી છે. ફ્લોર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાના સરકારના નિર્ણયને પરિણામે ઘઉં અને લોટના ભાવમાં પ્રતિ કિલો 5 થી 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી શકે છે.
- Advertisement -
30 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ થશે
ઘઉં અને ઘઉંના લોટના વધતા ભાવને લઈ કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ અંગે જાહેરાત કરી હતી. ખાદ્ય નિગમ દ્વારા FCI મકરફતે બે મહિનામાં ઘઉંનું વેચાણ થશે. જ્યારે ઘઉં ઈ-ઓક્શન દ્વારા જથ્થાબંધ વેપારીઓને જેમ કે લોટ મિલના માલિકોને પણ વેચવામાં આવી શકે છે. FCI ઘઉં જાહેર ક્ષેત્રના એકમો, સહકારી સંસ્થાને વેચવામા આવશે. તેને દળીને લોટ બનાવ્યા બાદ જે રૂ. 29.50માં ગ્રાહક સુધી પહોંચવો જોઈએ. ખાદ્ય નિગર ભંડારNCCF,NAFEDને રૂ.23.50 પ્રતિ કિલોના દરે વેચશે.
રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય આવકાર્યો
- Advertisement -
આ મામલે રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (RFMFI)ના પ્રમુખ પ્રમોદ કુમારે કહ્યું હતું કે, સરકારના આ પગલાને અમે આવકારીએ છીએ. આ નિર્ણય એક મહિના પહેલા જ લેવાની આવશક્યતા હતી. જેને લઈને જથ્થાબંધ અને છૂટક કિંમતો ટૂંક સમયમાં ભાવ ઘટી શકે છે. સરકારી આંકડામાં જણાવ્યા અનુસાર, મોટા શહેરોમાં અગાઉ ઘઉંની સરેરાશ કિંમત રૂ. 33.43 કિલો રાખવામાં આવી હતી. વધુમાં ગયા વર્ષે આ સમયે રૂ. 28.24 પ્રતિ કરાઈ હતી. ત્યારબાદ ઘઉંના લોટની સરેરાશ કિંમત 37.95 રૂપિયા પ્રતિ કિલો જણાઈ હતી, જે ગયા વર્ષે સમાન સમયે 31.41 રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી હતી.