નામ બડે ઓર દર્શન ખોટે!
રેસ્ટોરન્ટમાંથી એક્સપાયરી ડેટ વીતેલી વાસી બ્રેડ, પીઝા બેઈઝ તથા પાઉં જેવી બેકરી પ્રોડક્ટ્સ મળીને અંદાજિત 5 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળ્યો
- Advertisement -
ખાદ્યચીજોનું વેંચાણ કરતાં 18 ધંધાર્થીઓને ત્યાં દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ ખાદ્યચીજોનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તેમજ મવડીમાં આવેલી ‘ઓમ રેસ્ટોરન્ટ’માં અખાદ્ય ખાવાની વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો જેથી પેઢીને નોટીસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકીંગ દરમિયાન અંબિકા ટાઉનશીપ, 80 ફૂટ રોડ, પટેલ ચોક, ધ કોર્ટ યાર્ડ આગળ આવેલી ‘ઓમ રેસ્ટોરન્ટ’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલા ઉત્પાદનની વિગતો વગરની, એક્સપાયરી ડેટ વીતેલી વાસી બ્રેડ, પીઝા બેઈઝ તથા પાઉં જેવી બેકરી પ્રોડકટસ મળીને અંદાજિત 5 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલો હતો તેમજ પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પંચાયત ચોકથી જે.કે. ચોક યુનિ. રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી. જેમાં 13 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી કરેલા ધંધાર્થીઓમાં ધનરાજ કોલ્ડ્રિંક્સ, જોગમાયા ટી સ્ટોલ, ગુરુકૃપા ભેળ, પટેલ પાન, બિપીન રેસ્ટોરન્ટ, શ્રી ગણેશ ખમણ, બજરંગ નાસ્તા અને શૌર્ય ગોગળીને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા જલારામ અલ્પાહાર, જોગમાયા રેસ્ટોરન્ટ, ટિવલાઈટ સોડા શોપ, શ્રી ખોડીયાર ગોગળી, જય જલારામ ખમણ, જયશંકર દાળ પકવાન, જય અંબે ગાંઠીયા, મહાદેવ દેશી વઘાર, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, નાસ્તા ઘર, ગોલીવાલાની ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ મિલ્ક ચેકીંગ અંગેની ડ્રાઈવ અંતર્ગત કુલ 15 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ભેંસનું દૂધ (લુઝ)- અમર ડેરી ફાર્મ, મધુવન મેઈન રોડ, એચ.પી. પેટ્રોલ પંપ પાસે મોરબી રોડ, ભેંસનું દૂધ (લુઝ)- નવનીત ડેરી ફાર્મ, હુડકો કવાર્ટર બી-101, બસ સ્ટોપ પાસે, કોઠારીયા મેઈન રોડ, મિક્સ દૂધ (લુઝ)- સત્યમ ડેરી ફાર્મ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઈન રોડ, મિક્સ દૂધ (લુઝ)- જાગનાથ ડેરી ફાર્મ, શોપ નં. 1 અને 2 ગ્રા.ફ્લોર, જલારામ કોમ્પલેક્ષ, 50 ફૂટ મામાસાહેબ રોડ, કુવાડવા રોડ, મિક્સ દૂધ (લુઝ)- સુદ્ધાંગ ડેરી ફાર્મ, હુડકો કવાર્ટર નં. ડી-19, હુડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા મેઈન રોડ, મિક્સ દૂધ (લુઝ)- નિલકંઠ ડેરી ફાર્મ, રેસકોર્સ પાર્ક, દુકાન નં. 1, એરપોર્ટ રોડ, મિક્સ દૂધ (લુઝ)- નકલંક દુગ્ધાલય, ભીલવાસ ચોક, જનસત્તા પ્રેસ સામે, મિક્સ દૂધ (લુઝ)- રાધેશ્યામ ડેરી ફાર્મ, ઢોલરીયા નગર-1, ગાયત્રીનગર મેઈન રોડ, મિક્સ દૂધ (લુઝ)- ધારેશ્ર્વર ડેરી ફાર્મ, ભક્તિનગર સર્કલ, મિક્સ દૂધ (લુઝ)- રામકૃષ્ણ ડેરી ફાર્મ, જાગનાથ શેરી નં. 22, મહાકાળી મંદિર રોડ, મિક્સ દૂધ (લુઝ)- શ્રી અમૃત ડેરી ફાર્મ એન્ડ આઈસ્ક્રીમ, બજરંગવાડી ચોક, ખોડીયાર કોમ્પલેક્ષ શોપ નં. 1, જામનગર રોડ, મિક્સ દૂધ (લુઝ)- ગોકુલ ડેરી, બજરંગવાડી 10 બજરંગવાડી ચોક પાસે, જામનગર રોડ, મિક્સ દૂધ (લુઝ)- શ્રી ગોવર્ધન ડેરી ફાર્મ, સદ્ગુરુ સાનિધ્ય ટાવર શોપ નં. 6, સત્યસાંઈ હોસ્પિટલની સામે, ગાયનું દૂધ (લુઝ)- શ્રીનાથજી ડેરી ફાર્મ, મારુતી પાર્ક મેઈન રોડ, શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ કોર્નર, શોપ નં. 1, ગાયનું દૂધ (લુઝ)- શુભમ ડેરી ફાર્મ પ્રદ્યુમન એપાર્ટમેન્ટ શોપ નં. 1, આલાપ હેરિટેજ સામે સત્યસાંઈ રોડ ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતા.