ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
હાલમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આપણે એક વર્ષમાં મોબાઇલ પર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના ચારગણા જેટલું અંતર સ્કોલ કરીએ છીએ. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 29,030 ફીટ કરતાં જરાક વધુ છે.રસપ્રદ વાત એ છે કે, સરેરાશ વ્યક્તિના ન્યુઝફીડની સ્ક્રોલ-લંબાઈ એક દિવસમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટી (ઊંચાઈ 305 ફીટ 1 ઇંચ) એક અઠવાડિયામાં બે આઇફલ ટાવર (ઊંચાઈ 1083 ફીટ) અને એક મહિનામાં ત્રણ બુર્જ ખલીફા (ઊંચાઈ 2722 ફીટ) જેટલી હોઈ શકે છે.જો ન્યુરોલોજિસ્ટ અને મગજના વૈજ્ઞાનિકોની વાત માનીએ તો આપણે આપણા મોબાઇલ ફોન સાથે બેધ્યાનપણે વિતાવેલા આટલા કલાકોને કારણે મગજમાં સડો પેદા થાય છે.
- Advertisement -
આજે સોશ્યલ મીડિયાના નામે આપણી પાસે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઍક્સ (અગાઉનું ટ્વિટર) સહિતની અનેક ઍપ છે જેમાં એક વાર રીલ જોવાનું શરૂ કરીએ પછી એક બાદ બીજી, ત્રીજી અને એમ સતત એ જોતા રહીએ છીએ અને મોબાઇલને સતત સ્ક્રોલ કરતા રહીએ છીએ. ક્યારેક રિકેશ મારવા માટે પણ આપણે સ્ક્રોલ કરીએ છીએ અને અજાણતાં આપણી આંગળીઓ કોઈ નિશ્ચિત ઉદ્દેશ વિના મોબાઇલની સ્ક્રીન પર ફરતી જ રહે છે. આમ આપણે સ્કોલિંગના અંધારા કૂવામાં ડૂબતા રહીએ છીએ એટલે આપણને માનસિક તકલીફો ઊભી થાય છે. કોઈ વ્યક્તિ 6 કલાકથી વધારે સમહ આવી ક્ધટેન્ટમાં ડૂબેલી રહે તો તેનામાં ઍક્યુટ સ્ટ્રેસનું જોખમ દસગણું વધે છે.