મેંદરડા PSI કિરીટ મોરીથી પીડિત લોકોએ ‘ખાસ-ખબર’નો સંપર્ક સાધ્યો
કિરીટ મોરીએ લીલવા ગામના પ્રતિષ્ઠિત પરિવારને દબાવ્યો, ધમકાવ્યો અને અંતે 20 હજાર લઈ મામલો રફેદફે કર્યો
- Advertisement -
મેંદરડા પોલીસનાં કેટલાંક કર્મચારીઓ તોડબાજ હોવાના પુરાવાઓ
‘ખાસ-ખબર’ દ્વારા મેળવાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પાસે આવેલા મેંદરડા ગામના માથા ફરેલા પીએસઆઈ કિરીટ મોરી સત્તાનો દુરુપયોગ કરવામાં અને સામાન્ય લોકો પર ખાખીનો રોફ જમાવવામાં માહેર છે. પદનાં નશામાં મદ કિરીટ મોરી માત્ર પત્રકારોને જ કનડગત કરતા નથી, પ્રજાને પણ પરેશાન કરવામાં શૂરા છે. હાલમાં પીએસઆઈ કિરીટ મોરીથી પીડિત લોકોએ ‘ખાસ-ખબર’નો સંપર્ક સાધવાનો શરૂ કર્યો છે. થોડા દિવસો અગાઉ પીએસઆઈ મોરીએ લીલવા ગામના એક યુવક અને તેના પરિવારને ડરાવી, ધમકાવી, દબાવી ખોટા કેસમાં ફિટ ન કરવાના 20 હજાર લીધા હોવાની માહિતી એક વ્યક્તિએ ફોન કોલ પર ‘ખાસ-ખબર’ને આપી હતી.
મેંદરડા પોલીસનાં કેટલાંક કર્મચારી તોડબાજ હોવાના તમામ પુરાવાઓ ‘ખાસ-ખબર’ને મળી રહ્યા છે ત્યારે એક વ્યક્તિએ ‘ખાસ-ખબર’ને આપેલી માહિતી અનુસાર થોડા દિવસો અગાઉ મેંદરડા પીએસઆઈ કિરીટ મોરીએ લીલવા ગામના એક યુવકને ખોટા કેસમાં ફિટ ન કરવા મામલે 20 હજાર રૂપિયાનો તોડ કર્યો છે. લીલવા ગામના પ્રતિષ્ઠિત પરિવારનો એક યુવક મોડી રાત્રીએ જ્યારે ટ્રેક્ટરમાં વાડીએથી ઘરે જતો હતો ત્યારે મેંદરડા પોલીસના કિરીટ મોરીએ તેને ઉભો રાખી નજીકમાં એક દારૂની ભઠ્ઠીમાં લોકોને મોકલવા બદલ દારૂના વેપારમાં મદદગારી કરવાના આરોપસર તેની ધરપકડ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. નિર્દોષ યુવક કંઈક સમજે કે કહે તે પહેલાં જ કિરીટ મોરી તેને મેંદરડા પોલીસચોકીએ ઉઠાવીને લઈ ગયા હતા. જ્યાં કિરીટ મોરીએ યુવકને 200 ધોકા મારશે એવું જણાવ્યું હતું. યુવક અને તેના પરિવારજનો ગભરાઈ ગયા હોય કિરીટ મોરીએ 20 હજાર રૂપિયા લઈ યુવકને છોડી મૂકવા જણાવ્યું હતું. આમ, ખોટા કેસમાં ફિટ કરવાની અને માર મારવાની ધાક-ધમકી આપી મેંદરડા પીએસઆઈ કિરીટ મોરીએ લીલવા ગામના એક પ્રતિષ્ઠિત પરિવાર પાસેથી 20 હજારનો તોડ કર્યો હતો. ગામમાં આબરૂ જવાની બીકથી ને પોલીસ સામે વેર ન લેવાના ડરે લીલવા ગામના આ પ્રતિષ્ઠિત પરિવારે 20 હજાર રૂપિયા આપી દીધા હતા જ્યારે તેમણે આ કિસ્સામાં પોતાનું નામ પણ ગોપનીય રાખ્યુ છે. જરૂર પડ્યે એ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મેંદરડા પોલીસ અને તેના પીએસઆઈ કિરીટ મોરી તોડબાજ હોવાના તમામ પુરાવાઓ ‘ખાસ-ખબર’ એક પછી એક મેળવી રહ્યું છે ત્યારે આખા મેંદરડા પંથકના કિરીટ મોરીથી પીડિત લોકો ‘ખાસ-ખબર’નો સંપર્ક કરી તેના વિરુદ્ધના પુરાવાઓ આપી રહ્યા છે આ દરમિયાન ‘ખાસ-ખબર’ દ્વારા આજ રોજ મેંદરડાના પીએસઆઈ કિરીટ મોરી દ્વારા લીલવા ગામના એક નિર્દોષ યુવક અને તેના પરિવાર પાસેથી 20 હજારનો તોડ કરવા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં મેંદરડાના પીએસઆઈ કિરીટ મોરીનાં વધુ કેટલાંક કાળા કારનામાઓનો પર્દાફાશ કરવામાં આવશે.
PSI મોરીથી ત્રસ્ત લોકો ‘ખાસ-ખબર’નો સંપર્ક કરે
- Advertisement -
મેંદરડા પંથકમાં PSI કિરીટ મોરીએ પોતાની ગેરરીતિઓ દ્વારા રીતસર આતંક મચાવ્યો છે. આવી સ્થિતિમાં લાચાર-નિર્દોષ જનતાની પડખે ‘ખાસ-ખબર’ અડિખમ ઉભું છે. મોરીથી ત્રસ્ત લોકોએ મોબાઈલ નંબર 96974 95974 પર સંપર્ક કરવા અને પોતાની વ્યથાકથા જણાવવા અપીલ કરવામાં આવે છે. અમે આવા પીડિતોના નામ જાહેર ન કરવા સાથે તેમને ન્યાય અપાવવાની ખાતરી આપીએ છીએ.
PSI કિરીટ મોરીની દાદાગીરીથી પિડિતોએ જૂનાગઢ ‘ખાસ-ખબર’નો 96974 95974 પર સંપર્ક કરવો