ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જુનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે મનપાની પોલ ખુલી ગઈ છે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અને ગેસ લાઈનના લીધે રસ્તાઓ ખોદી નાખતા ખાડાઓ પડી જવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટર સંજયભાઈ કોરડીયા અને પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યાના વોર્ડ નંબર 7ના લોકો ખરાબ રસ્તાના લીધે ત્રસ્ત બન્યા છે.
- Advertisement -
અને સ્થાનિક રહીશોની હાલત કફોડી બનતા તાત્કાલિક રસ્તા રીપેર કરવાની પ્રબળ માંગણી ઉઠી છે.જુનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે જેને લઈને મોટાભાગના રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે ચોમાસાની સિઝનને લઈને રસ્તાઓ પર કાદવ કીચડને લઈને જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.