પુરૂષોની તુલનામાં મહિલાઓ વધુ પરેશાન
કોઈપણ વ્યકિતની ઈચ્છા હોય છે કે તે જીવનભર સ્વસ્થ રહે અને તેની વય વધુને વધુ લાંબી રહે. ચિકિત્સા ક્ષેત્રમાં થયેલી પ્રગતિએ જીજીવિષાની માત્રામાં તો વધારો કરી દીધો પણ આ દરમ્યાન લોકો જીવનભર બિમારીઓનાં બોજથી દબાતા રહ્યા છે. દુનિયાભરમાં વધુ વય સુધી જીવનારા લોકો સરેરાશ એક દાયકા સુધી બિમારીઓથી પીડિત રહે છે.
- Advertisement -
વિજ્ઞાન પત્રિકા જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત એક અધ્યયનમાં આ ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. સંશોધન અનુસાર ચિકિત્સા ક્ષેત્રમાં આવેલી ક્રાંતિથી માનવના જીવન કાળમાં છેલ્લા કેટલાંક દાયકાઓની તુલનામાં વધારો થયો છે. એટલે લોકો અગાઉથી વધુ સમય સુધી જીવીત રહેવા લાગ્યા છે.
જોકે, તેઓ પોતાના જીવનનાં વધારાના વધેલા વર્ષોનો આનંદ નથી ઉઠાવી શકતા. કારણ કે તેઓ લાંબો સમય બિમારીઓનો સામનો કરવામાં વિતાવી દે છે અધ્યયન બતાવે છે કે લોકો કેટલા સમય સુધી જીવે છે અને તેમાંથી કેટલા વર્ષ સારા સ્વાસ્થ્ય (સ્વાસ્થ્ય કાળ)માં વિતાવે છે.
અધ્યયન મુજબ 9.6 વર્ષ બિમારીઓની સાથે જીવી રહેલા લોકોમાં જીવન કાળમાં પુરૂષોની તુલનામાં મહિલાઓ વધુ પરેશાન હતી.
- Advertisement -
બિમારીના મુખ્ય કારણો:
જેમાં મુખ્ય કારણ માદક પદાર્થોનું સેવન વધવુ તનાવને લઈને માનસીક રોગ ખરાબ જીવન શૈલીથી સંધીવા, પીઠદર્દ, સુવિધાથી હલન ચલન ઘટી જવુ મોબાઈલ-લેપટોપથી આંખોને નુકશાન ખરાબ ખાનપાનથી હૃદયરોગ સહીત અનેક બિમારીઓ વધી છે.