રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી સાથે ‘ખાસ-ખબર’ની મુલાકાત
વર્ષ 2013માં બીજા પ્રયાસમાં જ UPSC ક્લિયર કરી: પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.અબ્દુલ કલામની બુક વિંગ્સ ઓફ ફાયર ફેવરીટ પુસ્તક
- Advertisement -
હેલ્થ સારી હશે તો વેલ્થ આવશે તેથી લોકોએ પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન રાખવું જરૂરી રાજકોટના યુવા અને નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીએ ‘ખાસ-ખબર’ સાથેની મુલાકાત દરમિયાન કહી હતી. કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું હતું કે, કોરોના મહામારી વખતે માનવી ખૂબ જ લાચાર હતો. ઓક્સિજનના બાટલા સહિતની મેડિકલ સુવિધાના અભાવના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગૂમાવ્યો છે. તેથી આજના સમયમાં આરોગ્યને પ્રાધાન્ય આપવું જોઈએ. લોકોએ ફીટ રહેવા માટે રોજ યોગ, પ્રાણાયામ, જીમ, સાયક્લિંગ સહિતની એક્સરસાઈઝ કરી બોડીને ફીટ રાખવું જોઈએ. અનુસંધાન પાના નં. 2 પર
કલેક્ટર પ્રભવ જોશી મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢના વતની, વર્ષ 2011માં બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું
રાજકોટ જિલ્લા કલેક્ટરે ખાસ ખબર સાથેની મુલાકાત દરમિયાન પોતાના અંગત જીવનની કેટલીક વાતો પણ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ રાજસ્થાનના ચિત્તોડગઢના વતની છે. તેમણે ચિત્તોડગઢમાં જ પોતાનું સ્કૂલિંગ કર્યું. ધો.12માં સાયન્સ બાદ પિલાનીમાં આવેલી બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વર્ષ 2011માં કેમિકલ એન્જિનીયરીંગમાં (ઇઊ) બેચલર ઓફ એન્જિનીયરીંગ કર્યું. કોલેજના ફાઈનલ યરથી જ તેઓએ યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ સખત મહેનત કરી વર્ષ 2012માં લેવાયેલી દેશની સૌથી અઘરી યુપીએસસીની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે જ પ્રિલિમ્સ અને મેઈન્સની પરીક્ષા પાસ કરી. પરંતુ તેઓનું ફાઈનલ ઈન્ટરવ્યુમાં સિલેક્શન ન થયું. ત્યારપછી ફરીથી તેઓએ દિવસ-રાત જોયા વગર સખત મહેનત કરી અને વર્ષ 2013માં લેવાયેલી યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આ દરમિયાન તેઓએ એન્જિનીયરીંગ માટે લેવાતી ૠઅઝઊ (ૠફિમીફયિં આશિિીંંમય ઝયતિં શક્ષ ઊક્ષલશક્ષયયશિક્ષલ)ની પરીક્ષા પણ પાસ કરી હતી. આ સિવાય પ્રભવ જોશીએ પશ્ર્ચિમ બંગાળના હલ્દિયામાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં ટ્રેઈની તરીકે પણ કામ કર્યું. યુપીએસસી પાસ કર્યા બાદ પ્રભવ જોશીનું પ્રથમ પોસ્ટિંગ સુરેન્દ્રનગર જિલ્લામાં થયું જ્યાં તેમણે પ્રાંત અધિકારી અને મામલતદાર તરીકે એક વર્ષ કામ કર્યું. ત્યારપછી વર્ષ 2017-18માં રાજકોટ ગ્રામ્ય કચેરીના પ્રાંત અધિકારી તરીકે રહ્યાં. કચ્છમાં ડીડીઓ તરીકે અઢી વર્ષ કામ કર્યું.
- Advertisement -
રાજસ્થાનના ડૉ.સમીત શર્મા મારા પ્રેરણાસ્ત્રોત
આપના પ્રેરણાસ્ત્રોત કોણ તો તેના જવાબમાં કલેક્ટર પ્રભવ જોશીએ રાજસ્થાન કેડરના ચિત્તોડગઢના કલેક્ટર ડો. સમીત શર્માનું નામ કહ્યું હતું. જેનાથી પ્રેરિત થઈને પ્રભવ જોશીએ સિવિલ સર્વિસ જોઈન કર્યું. ડો.સમીત શર્મા ચિત્તોડગઢમાં સસ્તી દવાનું વિતરણ પણ કરતા હતા તેની સેવાકીય પ્રવૃતિને લઈને આમીર ખાનના શો સત્યમેવ જય તેમાં પણ તે જોવા મળ્યા હતા. તેમણે જેનેરીક દવાને લઈને એક મુહીમ ચલાવી હતી. ડોક્ટરો પ્રિસ્ક્રિશનમાં કંપનીનું નામ લખતા હતા જેથી લોકોને સસ્તી દવા મોંઘી પડતી હતી. જ્યારે પૂર્વ કલેક્ટર ડો.સમીત શર્માના અથાગ પ્રયાસથી જેનેરીક દવાનું ચલણ વધ્યું અને ગરીબ લોકોને મોંઘી દવા સસ્તીમાં મળતી થઈ.
સિવિલ સર્વિસમાં એક લીડર પોઝિશન મળે છે: કલેક્ટર
કલેક્ટર પ્રભવ જોશીએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, યુપીએસસી સિવિલ સર્વિસમાં એક લીડર પોઝિશન મળે છે માનવ સમાજને ઉપયોગી થઈ શકીએ છીએ. સમાજમાં એક પ્રતિષ્ઠા અને પાવર પણ મળે છે.
મહેસૂલી બોર્ડમાં દરેક વખતે 60 કેસનું હીયરિંગ થાય તેવા પ્રયાસ
કલેક્ટર પ્રભવ જોશીએ દરેક પ્રોજેક્ટ ઝડપથી થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે. ચાર્જ સંભાળતાની સાથે જ રાજકોટના મહત્વના પ્રોજેક્ટ એઈમ્સ અને એરપોર્ટની સમીક્ષા કરી હતી જ્યારે તેમણે જણાવ્યું હતું કે, દર બુધવારે કલેક્ટર કચેરીએ યોજાતા મહેસૂલી બોર્ડમાં 60 કેસોનું હીયરિંગ થાય તેવા પ્રયત્નો કરીશું જેથી અરજદારે વધુ રાહ જોવી ન પડે.
ઓકટોબરથી એઈમ્સમાં IPD વિભાગ શરૂ થશે
રાજકોટના કલેકટર એઈમ્સને લઇને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે એઈમ્સમાં ઓકટોબરથી ઈંઙઉ વિભાગ શરૂ કરવામાં આવશે. રાજકોટના લોકોને લાભદાયક નજરાણું મળવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થશે.
એઈમ્સની બ્લુ પ્રિન્ટ મેં તૈયાર કરી હતી: પ્રભવ જોશી
‘ખાસ-ખબર’ સાથેની વધુ વાતચીતમાં એઈમ્સ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2016-17માં હું જ્યારે ડેપ્યુટી કલેક્ટર હતો, ત્યારે એઇમ્સની જગ્યા ફાળવણી અંગેની બ્લુ પ્રિન્ટ મે તૈયાર કરી હતી અને આ અંગે જગ્યા ફાળવણી અંગેની જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આજે જ્યારે એઇમ્સ તૈયાર થઇ રહી છે ત્યારે આ જગ્યા સાથે હું ઇમોશનલી જોડાયેલો છું અને એઇમ્સ જલ્દી અને સારી રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે.
અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ હું યોગ પ્રાણાયામ અને કસરત માટે સમય ફાળવું છું: પ્રભવ જોશી
આ દરમિયાન કોરોના મહામારીએ વિશ્ર્વને ચપેટમાં લીધું હતું તે સમયે ઓક્સિજનના બાટલા અને સારવાર માટે લોકો વલખા મારી રહ્યા હતા. તેથી જીવનમાં સૌથી મહત્વનું પરિબળ તમારૂં સ્વાસ્થ્ય છે. તે સમયે ગુજરાત મેડિકલ સપ્લાયર્સ કોર્પોરેશનમાં એમ.ડી.તરીકે કામ કર્યું ત્યારે પણ ઘણી અફડા તફડી મચી હતી તે સમયમાં ઘણું શીખવા મળ્યું. કલેક્ટર પ્રભવ જોશીને ફિલ્મોમાં બહુ રસ નથી. તેમને પુસ્તકો વાંચવા ખૂબ જ ગમે છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામની વિંગ્સ ઓફ ફાયર બુક તેમની ફેવરિટ છે. તેમણે આ બૂક અંગેની પણ અમુક વાતો શેર કરી હતી.
કલેક્ટર પ્રભવ જોશી પોતાના સ્વાસ્થ્ય અંગે ખુબ જ સિરિયસ છે. તેઓનું માનવું છે કે, હેલ્થ જ સાચી વેલ્થ છે. તેઓએ આ અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સિવિલ સર્વિસિઝમાં હોવાથી પોતાના માટે સમય કાઢવો ખુબ જ મુશ્કેલ છે પરંતુ આ અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ તેઓ યોગ પ્રાણાયામ અને કસરત માટે સમય ફાળવે છે અને નિયમિત યોગ પ્રાણાયામ તેમજ કસરત કરે છે.
રાજકોટનાં કલેક્ટર પ્રભવ જોશી અત્યંત સહજ સ્વભાવના વ્યક્તિ છે. તેઓએ પદ સંભળતાની સાથે જ કહ્યું હતું કે, દર બુધવારે જે મહેસુલી બોર્ડ યોજાય છે તેમાં વધુને વધુ કેસની સુનાવણી થાય તેના માટે હું સદાય પ્રયત્નશીલ રહીશ.