ઇ-મેમો પ્રશ્ને પોલીસ દ્વારા કરવામાં આવેલાં નિર્ણયથી લોકોએ ગભરાવવાની જરૂર નથી: ઍડવોકેટ નકુમ-પારેખ
લોક અદાલતમાં સમાધાન થાય છે: કેસો ચલાવી શકાતા નથી: મેમોને કાયદાકીય ચેલેન્જ કરી લડત પણ આપી શકાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં ટ્રાફીક નિયમોના ભંગ અંગે પોલીસ દ્વારા જેઓનો ઇ-મેમો પેન્ડીંગ હોય તેઓએ તા.રપ જુન સુધીમાં ઇ-મેમાની રકમ ભરી દેવ અન્યથા લોક-અદાલતમાં કેસ કરવામાં આવશે તેવી નિયમ વિરૂદ્ધ કરેલ નિર્ણયના વિરોધમાં ઇ-મેમા પ્રશ્ને કોર્ટમાં લડત ચલાવી રહેલા એડવોકેટ કિરીટ નકુમ અને હેમાંશુ પારેખે જણાવ્યું છે કે કાયદાની જોગવાઇ મુજબ છ માસ પહેલાના મેમાની વસુલાત થઇ શકતી ન હોય લોકોએ ગભરાવાની જરૂર નથી. લોકઅદાલતમાં સમાધાનથી કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે. એન.સી.કેસ કરીને સીધો દંડ વસુલ કરી શકતો નથી. લોકોનો કેસ લડવા માંગતા હોય તો પોલીસના મેમાને ચેલેન્જ કરીને કેસ પણ લડી શકે છે.
વધુમાં શ્રી એડવોકેટ શ્રી નકુમ અને પારેખે જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં સુરતના સંજય ઇઝાવા દ્વારા પીઆઇસી દાખલ થયેલ જેમાં હાઇકોર્ટ દ્વારા કોઇ પણ ઇ-મેમો ટ્રાફીક બાબતે હુકમ કરવામાં આવેલ નથી. તથા તમામ પક્ષકારોને સાંભળવા માત્ર નોટીસ કરેલ છે. તાજેતરમાં લોકોને મેસેજ તથા પ્રિલીગેશન નોટીસ આપવામાં આવેલ છે. જે બાબતે કાયદાની પ્રવર્તમાન પરિસ્થિતિ તથા અદાલતના હુકમ મુજબ છેલ્લા 6 માસના ઇ-મેમો આવેલ હોય અને તે સંબંધે જો રકમ ભરવામાં ન આવે તો પોલીસ તંત્ર દ્વારા ટ્રાફીક કોર્ટમાં એન.સી.કેસ દાખલ કરવામાં આવશે અને જો વ્યકિત અદાલતમાં ઇચ્છે તો રકમ ભરવાને બદલે એનસી કેસ ઇચ્છે તો રકમ ભરવાને બદલે એનસી કેસ ચલાવી શકશે.
કાયદાની જોગવાઇ મુજબ સીઆરપીસી 468 મુજબ દંડને પાત્ર કલમોવાળા મેમો 6 માસથી વધુ સમયનો હોય તો તે વસુલાત પાત્ર નથી તેથી લોકોએ આવા મેસેજ દ્વારા કે નોટીસથી ગભરાવવાની જરૂર નથી તેમ શ્રી નકુમ અને પારેખે જણાવ્યું છે.
લોક અદાલતમાં કેસો સમાધાનથી નિકાલ માટે રજુ કરવામાં આવતા હોય છે. જેમાં સમાધાન કરવુ ફરજીયાત નથી અને કોઇ પક્ષકાર ના પાડે તો એનસી કેસ પોલીસ દ્વારા 6 માસના કિસ્સામાં દાખલ કરવાનો રહે છે અને તે કેસ પક્ષકાર અદાલતમાં કાયદાકીય રીતે લડત પણ આપી શકે છે. લોકોને પોલીસના ઉપરોકત નિર્ણયથી ગભરાવવાની જરૂર નથી તેમ એડવોકેટશ્રી નકુમ અને પારેખે જણાવેલ છે.
- Advertisement -
પેન્ડિંગ ઈ-મેમો ભરવા લોકોની લાંબી કતારો લાગી
25મી જૂન સુધીમાં દંડ ભરી દેવો નહીંતર લોકઅદાલતમાં કેસ કરાશે: ટ્રાફિક SP
લોક અદાલતમાં કેસ થશેના મેસેજથી લોકોમાં ફફડાટ
રાજકોટ શહેરમાં ગઈકાલે ટ્રાફિક જઙ વી.આર.મલ્હોત્રાએ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં ઈ-મેમો બાકી હોય તેવા વાહન ચાલકોને તા.25 જૂન સુધીમાં ઈ-મેમો ભરી દેવા સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી છે કે, જો તેઓ ઈ-મેમોની ભરપાઈ નહીં કરે તો તેની સામે લોક અદાલતમાં કેસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. આ નોટિસને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે અને આજે સવારથી ટ્રાફિક પોલીસ કચેરીની બહાર પેન્ડિંગ ઈ-મેમો ભરવા લોકોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક એસીપીએ લોકઅદાલતના મામલે પ્રસિદ્ધ કરેલા મેસેજમાં છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમો માટે જ તા.25 સુધીમાં દંડ ભરપાઇ કરવો તેવું સ્પષ્ટ નહીં કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.