ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
બાંટવા ખાતે હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી માણાવદર તાલુકાના બાંટવા ખાતે મારુતિ શૈક્ષણિક સંકુલ અને બાંટવા નગર સેવા સદન તેમજ માણાવદર તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી.
2500થી વધુ વિધાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત 3000 લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી. આ તિરંગા યાત્રામાં 151 મીટર જેટલો લાંબો રાષ્ટ્રધ્વજ મારુતિ શૈક્ષણિક સંકુલ દ્વારા રાખવામાં આવ્યો હતો. આ તકે માણાવદર મામલતદાર કે.જે. મારું, ચીફ ઓફિસર પી.બી.પરમાર, માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી, માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશ મારુ, અશોકભાઈ રાંમાણી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી, પોલીસ સ્ટાફ, હોમગાર્ડસ જવાનો જી.આ.ડી. જવાનો તેમજ પદાધિકારીઓ સહિત શહેરના આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.