ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં તા.26 જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઇ રહી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી તથા રાજયપાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. તેને ઘ્યાને લઇ વહિવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વમાં આવતા લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટરની અઘ્યક્ષતામાં બેઠકો યોજીને તંત્રના અલગ-અલગ વિભાગોને કામગીરી સોંપવામાં આવી છે અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જૂનાગઢ રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વમાં લોકોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવુ પડશે
